<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

બેંકના કર્મચારી કમલેશ પરમારને નિવૃતિ વિદાયમાન

 

  રાજકોટઃ બેંક ઓફ બરોડા દ્વારા હેમુગઢવી હોલ ખાતે કર્મચારી શ્રી કમલેશભાઇ રામસિંહ પરમારની દેના બેંક અને બેંક ઓફ બરોડામાં ૩૮ વર્ષની ર્નિવિવાદ અને કર્મનિષ્‍ઠા સેવા આપવા બદલ બહુમાન કરવામાં આવેલ. વયમર્યાદાના કારણે સેવા વિદાયમાન અપાયું હતું. આ પ્રસંગે ડે. જનરલ મેનેજર શ્રી રોહડા, ડે. જનરલ મેનેજર શ્રી શુશીલકુમાર ડે. જનરલ મેનેજર શ્રી મનુ મિતલ, ડે. જનરલ મેનેજર શ્રી બી. એસ. ગુપ્‍તા તેમજ અન્‍ય સ્‍ટાફગણની ઉપસ્‍થિતી હતી.

(2:14 PM IST)