<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

પુણ્‍યશ્‍લોક અહલ્‍યાબાઈ હોલકરની ૩૦૦મી જન્‍મ જયંતિઃ રાજકોટમાં મહિલા સંગઠનોની ભવ્‍ય ઉજવણી

 

રાજકોટઃ શૌર્ય, સેવા, સમર્પણ અને માતળશક્‍તિના પ્રચંડ આત્‍મવિશ્વાસના પ્રતીક એવા પુણ્‍યશ્‍લોક લોકમાતા અહલ્‍યાબાઈ હોલકરની ૩૦૦મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી રાજકોટમાં અખિલ હિન્‍દ મહિલા પરિષદની રાજકોટ શાખા દ્વારા કરવામાં આવી. આ પ્રસંગે શહેરની વિવિધ મહિલા અને સામાજિક સંસ્‍થાઓને એક મંચ પર લાવી, તપસ્‍વીની રાજરાણી અહલ્‍યાબાઈ હોલકરને વિરોચિત અંજલી આપવામાં આવી.

૩૧ મે, ૧૭૨૫ના રોજ અહમદનગરના ચોંડી ગામે માલધારી સમાજમાં જન્‍મેલા અહલ્‍યાબાઈ હોલકરની જન્‍મ જયંતિ નિમિત્તે રાજકોટની મહિલા અગ્રણીઓએ પરંપરાગત કેસરી વષાોમાં સજ્જ થઈને આ કાર્યક્રમમાં ભાગ લીધો. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મહિલા તબીબો, વકીલો, ઉદ્યોગસાહસિકો, સામાજિક અગ્રણીઓ, પ્રાધ્‍યાપકો, શિક્ષણ ક્ષેત્રે કાર્યરત બહેનો, કાઉન્‍સિલરો તથા વહીવટી ક્ષેત્રે પોતાની પ્રતિષ્ઠા પ્રસ્‍થાપિત કરનાર મહિલાઓ ઉપસ્‍થિત રહી. ક્ષત્રિય સમાજની અગ્રણી બહેનો પણ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહી.

અખિલ હિન્‍દ મહિલા પરિષદના પ્રમુખ અને રાજકોટના પ્રથમ મહિલા મેયર શ્રીમતી ભાવના જોશીપુરાએ અધ્‍યક્ષસ્‍થાનેથી ઉદબોધન કરતાં જણાવ્‍યું કે, અહલ્‍યાબાઈએ માત્ર આઠ વર્ષની ઉંમરથી આત્‍મવિશ્વાસ, શ્રદ્ધા અને સંસ્‍કારના સમન્‍વય સાથે પોતાના જીવનની શરૂઆત કરી હતી. મલ્‍હારરાવ હોલકરને આદરપૂર્વક આવકારીને તેમણે પોતાના પરિવારના શ્રેષ્ઠ સંસ્‍કારોનું દર્શન કરાવ્‍યું હતું. અનેક સંકટો અને આઘાતો છતાં, પ્રચંડ આત્‍મવિશ્વાસ સાથે તેમણે શ્રેષ્ઠ શાસક તરીકે પોતાની ઓળખ ઊભી કરી. તેમની નગર આયોજન, મહિલા સશક્‍તિકરણ, મહેશ્વર સાડીના ઉત્‍પાદનમાં સ્‍વ-સહાય જૂથોની રચના અને દેશભરમાં ૧,૦૦૦થી વધુ મંદિરો, પાઠશાળાઓ, ધર્મશાળાઓ, ઘાટ, કૂવા અને આશ્રય સ્‍થાનોના જીર્ણોદ્ધાર તથા નિર્માણનું કાર્ય આજે પણ પ્રેરણાદાયી છે.ૅ આ પ્રસંગે ક્ષત્રિય સમાજની અગ્રણી પ્રિયંકા બા રાઠોડે તલવાર સાથે નળત્‍ય નાટિકા રજૂ કરી, વીર રસનું પાન કરાવ્‍યું. મેડિકલ ઓફિસર ડો. મૌલીબેન ગણાત્રા, સામાજિક કાર્યકર્તા કુસુમબેન ઠાકર, ભાવનગર યુનિવર્સિટીના કાયદાશાષાના પ્રાધ્‍યાપક રક્ષા દવે, ધારાશાષાી પારુલ પંડ્‍યા, શબનમબેન ઠેબા, લોધા મહિલા અગ્રણી ભાવનાબેન જરીયા, કાઉન્‍સેલર પૂનમ વ્‍યાસ, નિધિ ઠાકર, લીલા બહેન મેપાણી, રમાબેન માંડવીયા, જ્‍યોત્‍સનાબેન, વિશ્વકર્મા મહિલા પ્રવળત્તિના ચંપા પિત્રોડા, આત્‍મીય યુનિવર્સિટી અને નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત વિવિધ વિસ્‍તાર વિકાસ કેન્‍દ્રોની મહિલાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી.

 આ કાર્યક્રમ દ્વારા અખિલ હિન્‍દ મહિલા પરિષદે નારી ગૌરવ અને મહિલા સશક્‍તિકરણનો સંદેશો આપ્‍યો, જે આજના સમયમાં પણ અહલ્‍યાબાઈ હોલકરના જીવન અને કાર્યોને પ્રેરણા તરીકે રજૂ કરે છે.

(2:15 PM IST)