<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

ફેક ઇન્‍સ્‍ટાગ્રામ આઇડી પરથી કૌટુંબીક કાકાને ભત્રીજીના ફોટા મોકલી, ચેટ કરી, ગાળો ભાંડી !

યુવતીની ફરીયાદ પરથી સાયબર ક્રાઇમ અંગે નોંધાયો વધુ એક ગુન્‍હો

રાજકોટ, તા., ૩: શહરેમાં રહેતી એક ર૧ વર્ષીય યુવતીના નામે ફેક ઇન્‍સ્‍ટાગ્રામ આઇડી મારફત કૌટુંબીક કાકાને ફોટો મોકલી, વાતચીત કરી ગાળો ભાંડવા અંગે અજાણ્‍યા ઇન્‍સ્‍ટાગ્રામ યુઝર્સ સામે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુન્‍હો નોંધી પીઆઇ જે.એમ.કૈલાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ અંગે ઇન્‍ફોર્મેશન ટેકનોલોજી એકટ અને ભારતીય ન્‍યાય સંહિતાની જુદી જુદી કલમો હેઠળ પોતાની ઓળખ છુપાવી ઇન્‍સ્‍ટાગ્રામ આઇડી ‘પાગલ લવર ૭૪૮' ઉપરથી ફરીયાદીના સંબંધી મનિષભાઇ ચૌહાણ સાથે ચેટ કરી ફોટો મોકલી ગાળો આપી તેમજ અન્‍ય ફેક ઇન્‍સ્‍ટાગ્રામ આઇડી ‘ક્રિષ્‍ના ૧ર૧પ૬૬' તથા ‘કિશુ રાજપુત ૧૨' ઉપરથી ફરીયાદીના સબંધી મનિષભાઇ સાથે ફરીયાદીના મોટા બાપુની દિકરી બહેનના નામથી ચેટ કરી ફોટો મોકલી ગાળો આપી ફરીયાદી તથા તેના સબંધી મનિષભાઇ ચૌહાણને હેરાન પરેશાન કરવા બદલ ફરીયાદ નોંધાવવામાં આવી છે.  આમ અજાણ્‍યા ઇન્‍સ્‍ટાગ્રામ યુઝરે સામાજીક સંબંધોમાં તડા પડાવવાના આશયથી ફેક આઇડી બનાવી કૌટુંબીક કાકા, ર્કાટુંબીક બહેનને માનસીક હેરાન કરતા સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન દ્વારા ફેક ઇનસ્‍ટાગ્રામ આઇડી બનાવનારની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 

(2:18 PM IST)