<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

એચ.પી. મ્‍યુઝીકલ સ્‍ટુડીયો સ્‍વર સાધના દ્વારા કાલે કર્ણપ્રિય ફિલ્‍મી ગીતોનો કાર્યક્રમ

સીનીયર સીટીજન પાર્ક ઇવનીંગ પોસ્‍ટ ખાતે આયોજન : રસ ધરાવતાઓને નિમંત્રણ

રાજકોટ તા. ૩ : કોટક સાયન્‍સ કોલેજના નિવૃત્ત પ્રાધ્‍યાપક એચ. પી. પટેલ દ્વારા સંચાલીત એચ. પી. મ્‍યુઝિકલ સ્‍ટુડીયો ‘સ્‍વર સાધના' દ્વારા તા. ૪ ના બુધવારે સાંજે ૫.૪૫ થી રાત્રે ૯ સુધી સીનીયર સીટીજન પાર્ક, ઇવનીંગ પોસ્‍ટ, જીલ્લા બેંક ભવનની બાજુમાં, રાજકોટ ખાતે સંગીત સંધ્‍યાનું આયોજન કરાયુ છે.

જેમાં ફિલ્‍મી જગતના નવા જુના ગીતોનો રસથાળ રજુ થશે. ગાયક કલાકારો સર્વશ્રી અતુલભાઇ સંઘવી, બાળરોગ નિષ્‍ણાંત ડો. અનીલભાઇ ત્રાંબડીયા, કમલભાઇ જીવરાજાની, દિલીપસિંહ ડોડીયા, રામજીભાઇ શીંગાળા, શ્રીમતી વંદનાબેન વ્‍યાસ, શ્રીમતી જાગૃતિબેન દુબલ અને સંચાલક ફાલ્‍ગુની પટેલ સ્‍વરનો જાદુ રેલાવશે. ઉપરાંત ખાસ આમંત્રિત કલાકાર મુન્નાભાઇ ઠકકર પોતાની કલા પ્રસ્‍તુત કરશે.

ગીત સંગીતમાં રસ ધરાવતા સર્વેને કાર્યક્રમ માણવા જાહેર અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે એચ.પી. પટેલ (મો.૯૪૦૯૫ ૭૧૮૨૯)નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(2:52 PM IST)