<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

સહકાર સોસાયટીમાં રહેતા શખ્‍સ પાસે વ્‍યાજની પઠાણી ઉઘરાણી કરી ઝેર પીવા મજબુર કરવાના કેસમાં આરોપીઓને શંકાનો લાભ

ફરીયાદ પક્ષ પોતાનો કેસ વ્‍યાજબી શંકાથી પર સાબીત કરવામાં નિષ્‍ફળ ગયેલ છેઃ અદાલત

અંશ ભારદ્વાજ  અને ધીરજ પીપળીયા
આરોપીઅોના ઍડવોકેટ

રાજકોટ, તા., ૩:  રાજકોટના સહકાર સોસાયટીનાં શખ્‍સને પઠાણી વ્‍યાજની ઉઘરાણી કરતા ઝેર પીવાના ચકચારી કેસમાં તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને કોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

તા.૨૧/૦૬/૨૦૧૬ ના રોજ ફરિયાદી ભાવીકભાઈ મનોજભાઈ મંડીરે રાજકોટ ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં આરોપી અમરભાઈ કાનજીભાઈ પટેલ, મયુરભાઈ લક્ષ્મીશંકર દવે, કશ્‍યપભાઈ ગુણવંતભાઈ રાજયગુરૂ, ગુણવંતરાય રવિશંકર રાજયગુરૂ, વિમલભાઈ ભીખુભાઈ ચાઉ તમામ રહે. રાજકોટ વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવેલ હતી. જેમાં ફરીયાદી દવા પી જતા તેઓને તાત્‍કાલીક હોસ્‍પીટલે દાખલ કરેલ હતા અને પોલીસ હોસ્‍પીટલે પહોંચી જતા ફરીયાદીની પુછપરછ હાથ ધરેલ હતી જેમાં પુછપરછ દરમ્‍યાન ફરીયાદીએ જણાવેલ હતું કે ઉપરોકત આરોપીઓએ તેઓને વ્‍યાજ પર રૂપીયા આપેલ હતા અને તેઓએ વ્‍યાજ સહિત રકમ પરત આપી દીધેલ હોવા છતા આરોપીઓએ તેઓ પાસે વધુ વ્‍યાજ વસુલવા માટે સતત પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતા અને જીવલેણ હથિયારો લઈ આવી અવાર નવાર તેઓને મારી નાખવાની ધાક-ધમકીઓ આપતા હતા. જેથી આરોપીઓના અસહ્ય ત્રાસથી કંટાળી દવા પીધેલ હોવાનું ફરીયાદીએ પોલીસને જણાવેલ હતું.

ફરીયાદીની ફરીયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરેલ હતી અને ઉપરોકત તમામ આરોપીઓને અટક કરેલ હતા. ત્‍યારબાદ તપાસના અંતે પોલીસે તમામ આરોપીઓ વિરૂધ્‍ધ ચાર્જશીટ રજુ કરેલ હતું જેમાં પોલીસે અવલોકન કરેલ હતું કે, તાઃ૨૧/૦૬/૨૦૧૬ થી ચાર માસ પહેલા તાઃ૨૧/૦૬/૨૦૧૬ સુધી આ કામના ફરીયાદીએ વેલ ડેવલપમેન્‍ટના ધંધા માટે રૂપિયાની જરૂરત હોય આરોપી ગુણવંતરાય પાસેથી રૂપિયા બે લાખ ૨૫ ટકા લેખે લીધેલ હતા.

આરોપીઓ દ્વારા ફરીયાદીની પાસે ઉઘરાણી કરી  ધાક ધમકીઓ આપી સતામણી કરી જો રૂપિયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હોય અને ઉઘરાણી કરવા જીવલેણ હથીયારો લઈ ફરીયાદીને ધમકીઓ આપતા હોય જે બધાની ધમકીઓ અને ત્રાસથી કંટાળી જઈ ફરીયાદીએ તાઃ ૧૬/૦૬/૨૦૧૬ ના રોજ ઝેરી પાવડર પી લીધેલ હોવાની હકિકતો જણાવી પોલીસે ઈ.પી.કો. કલમ-૩૮૬, ૫૦૬(૨) તથા મની લેન્‍ડર્સ એકટની કલમ-૪૦,૪૨ મુજબનું ચાર્જશીટ ૨જુ કરેલ હતું.

આ કામે આરોપી અમરભાઈ કાનજીભાઈ પટેલે  ગુજ૨ાત હાઈકોર્ટમાં સદર ગુનામાંથી પોતાનું નામ રદ કરવા માટે કવોશીંગ પીટીશન દાખલ કરેલ હતી જેમાં હાઈકોર્ટે આરોપી અમરભાઈ કાનજીભાઈ પટેલની કવોશીંગ પીટીશન મંજુર કરેલ હતી. જેથી ટ્રાયલ કોર્ટે આરોપી અમરભાઈ કાનજીભાઈ પટેલ વિરૂધ્‍ધનો કેસ આગળ ચલાવેલ ન હતો.

બાકી બચેલા આ૨ોપીઓ વિરૂધ્‍ધનો કેસ ટ્રાયલ કોર્ટમાં ચાલવા માટે આવતા સરકાર તરફે કુલ-૧૦ વ્‍યકિતઓની જુબાની નોંધવામાં આવેલ હતી અને તેના સમર્થનમાં અલગથી દસ્‍તાવેજી પુરાવા લીસ્‍ટ ૨જુ રાખવામાં આવેલ હતું.

બંને પક્ષે દલીલો સાંભળ્‍યા બાદ અદાલતે પોતાનો ચુકાદો આપતા એવુ અવલોકન કરેલ હતુ કે, આ કામના આરોપીઓના કારણે જે હાલનો બનાવ બનવા પામેલ છે તે હકીકત ગંભીર શંકા ઉત્‍પન્ન કરતી જણાય છે. આમ હાલના કામે રજુ થયેલ પુરાવાનું મુલ્‍યાંકન કરતા ફરિયાદ પક્ષનો પુરાવો ગંભીર શંકા ઉત્‍પન્ન કરતો જણાતો હોય પુરાવા ધારાની વ્‍યાખ્‍યા લેતા ફરીયાદ પક્ષ પોતાનો કેસ વ્‍યાજબી શંકાથી પર સાબીત કરવામાં નીષ્‍ફળ નીવડેલ હોય તેવા સંજોગોમાં આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા તે ન્‍યાયોચીત જણાતુ હોય આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠ૨ાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવે છે.

આ કેસના કામે તમામ આરોપીઓ ત૨ફે વકીલ દ૨જ્જે અભય ભારદ્વાજ એન્‍ડ એસોસીએટ્‍સનાં અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, ગૌતમ પ૨મા૨, વિજય પટેલ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્‍દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તા૨ક સાવંત, શ્રેયસ શુકલ, ચેતન પુરોહીત, દિશા ફળદુ, મિહિર શુકલ વિગેરે રોકાયેલ હતા.

(2:56 PM IST)