હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 3rd June 2025
પૂ.ધીરગુરુદેવ પ્રેરિત રંગપરમાં વ્યાખ્યાન હોલનું ઉદ્ઘાટન

રાજકોટઃ તા.૩: શ્રી વર્ધમાન જૈનાવચ્ય કેન્દ્ર નિર્મિત અને શ્રી પડધરી સ્થા. જૈન સંઘ સંચાલિત રંગપર (રાજકોટ-જામનગર હાઇવે) ખાતે કાંતાબેન ગુલાબચંદ ઝોંસા. શાંતિનાથ ઉપાશ્રય ખાતે શ્રી ઇન્દુમતી હરસુખલાલ જુઠાણીની સ્મૃતિમાં એડવોકેટ ઉન્નતિબેન જુઠાણીના હસ્તે વ્યાખ્યાન હોલનું ઉદ્ઘાટન કરાયું હતું.
આ સાથે સેવાભાવી પલ્લવીબેન શૈલેષભાઇ રાઠોડનું બહુમાન ઉન્નતિબેન જુઠાણી અને નેન્સીબેન વોરા, શીતલબેન ઉચાટના હસ્તે કરાયું હતું.
સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચમાં સુભાષભાઇ રવાણી, દિપકભાઇ પટેલ સેવારત છે. હાઇવે રોડ ટચ ઉપાશ્રય હોવાથી સુંદર લાભ મળે છે. રાજકોટથી ૧૪ કિલોમીટરના અંતરે છે.
(2:57 PM IST)










