<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

ગોંડલ ચોકડી કોઠારીયા રોડ પર ત્રિપલ અકસ્‍માત

રાજકોટઃ શહેરની ભાગોળે ગોંડલ ચોકડી પાસે કોઠારીયા રોડ પર સીમેન્‍ટ ભરેલો ટ્રક ઉંધો વળી ગયા બાદ પાછળ આવતી બસ અને ડમ્‍પર વચ્‍ચે ત્રિપલ અકસ્‍માત સર્જાયો હતો. જોકે સદભાગ્‍યે આ અકસ્‍માતમાં કોઇને ઇજા પહોંચી ન હતી. બનાવને પગલે ઘટનાસ્‍થળે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. અને થોડો સમય માટે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. બાદમાં ઘટનાસ્‍થળે દોડી ગયેલ પોલીસે ટ્રાફિક પૂર્વવત કરાવ્‍યો હતો. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:01 PM IST)