<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

મ્‍યુ. કોર્પોરેશનના પેન્‍શનરોએ હૈયાતીની ખરાઇ કરાવી લેવી

રાજકોટ તા.૩:  મહાનગરપાલિકાના ચીફ એકાઉન્‍ટન્‍ટશ્રીની એક યાદીએ જણાવે છે કે, તા.૦૫ જુન થી તા.૩૧ ઓગસ્‍ટ દરમ્‍યાન કોર્પોરેશનના પેન્‍શનરોએ તેઓ જે બેંકમાં પેન્‍શન મેળવતા હોય તે સંબંધિત બેંકમાં પી.પી.ઓ.બુક, આઇ.ડી. પુ્રફ તેમજ બેંક પાસબુક સાથે લઇ રૂબરૂ હૈયાતીના ખરાપણાનો દાખલો મ્‍યુનિસિપલ કોર્પોરેશનના પેન્‍શનરએ જે તે બેંકના ઓફિસરશ્રી પાસે રૂબરૂ ઉપસ્‍થિત થઇ હૈયાતીનું ફોર્મ ભરી હૈયાતીની ખાત્રી કરાવવી. અન્‍યથા સપ્‍ટેમ્‍બર-૨૦૨૫થી પેન્‍શન બંધ કરવામાં આવશે.

(3:07 PM IST)