તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી સંજય રાઠોડનું કારમાં અપહરણ
ભાડાના કમિશનના ર૦૦૦ રૃા. અત્યારે જ આપવા પડશે તેમ કહી : કારમાં જુનાગઢ લઇ જાતિ પ્રત્યે અપમાનીત કરી ઝાપટ મારી ધંધાકીય મિત્ર શકીલ દસાડીયાએ ધમકી આપીઃ સંજય મોકો જોઇ જુનાગઢથી નાસી છૂટયો

રાજકોટ તા.૩: હુડકો પોલીસ ચોકીની પાછળ નાડોદાનગરમાં રહેતો અને રાજકોટ- અમદાવાદ પાટે ગાડી ચલાવતા યુવાન પાસેથી પેસેન્જરના ભાડાના કમિશનના રૃા.૨ હજારની ઉઘરાણી કરી ધંધાકીય મિત્રએ યુવાનને ગ્રીનલેન્ડ ચોકડીએથી સ્વીફટ કારમાં અપહરણ કરી જૂનાગઢ લઇ જઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ઝાપટ મારી ધમકી આપી હતી. યુવાને મોકો જોઇ જૂનાગઢથી ભાગી હેમખેમ રાજકોટ પહોંચી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ,હૂડકો પોલીસ ચોકી પાછળ, નાડોદાનગર, શેરી નં-૭માં રહેતા સંજયભાઇ ભીખાભાઈ રાઠોડ(ઉ.વ.૨૪)એ બી ડીવીઝન પોલીસ મથકમાં સકીલ રજાકભાઈ દશાડિયા(રહે.શિતલ પાર્ક)નું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધાઈ છે.સંજયે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હુ હાલ અર્ટીગા ફોરવ્હીલ કાર રાજકોટ-અમદાવાદ ખાતે ડ્રાયવીંગ કરી પેસેન્જરમા ચલાવુ છુ જેમા શકીલભાઈ પણ પોતાની સ્વીફ્ટ કાર રાજકોટ-અમદાવાદ પેસેન્જર ભરી પાટે ચલા વે છે. જેથી અમો બન્ને એકબીજાને છેલ્લા એકાદ વર્ષથી ઓળખીએ છીએ.ગઇ તા.૩૦/૦૫ના રોજ હુ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આશરે બપોરના ચારેક વાગ્યાના અરસામા હોય ત્યારે શકીલભાઇ રજાકભાઈ દશાડીયાનો ફોન આવેલ હતો અને મને જણાવેલ કે,સંજયભાઈ તમારે જૂનાગઢનુ ભાડુ છે તો તમારે જવુ હોય તો જણાવો, તેમ કહેતા મે તેમને હા પાડેલ હતી અને ગ્રાહક પાસેથી રૃ.૬,૩૦૦ નુ ભાડુ લેવાનુ અમો બન્ને વચ્ચે મૈાખીક રીતે નક્કી થયેલ હતુ. જેમા રૃ.૨,૦૦૦/- શકીલભાઇનુ કમીશન મારે તેમને આ ભાડામાંથી આપવાનુ નક્કી થયેલ હતુ.આ ભાડુ લઇને હું ગઇ તા.૩૧/૦૫ના રોજ જૂનાગઢ ખાતે પેસેન્જર લઇને મૂકવા માટે ગયેલ હતો અને હુ પેસેન્જર મૂકી રાજકોટ પરત આવી ગયેલ હતો. ત્યારે મને આ શકીલભાઈએ ફોન કરી જણાવેલ કે, મારા કમીશનના રૃ.૨, ૦૦૦/- ક્યારે આપશો? જેથી મે તેઓને જણાવેલ કે હાલ મારી પાસે પૈસા નથી. હુ તમોને તા.૦૧/૦૬/૨૦૨૫ ના રો જ ગાડી લઇને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવુ ત્યારે આપી દઈશ.તેમ વાત મે શકીલભાઇને કરેલ હતી. બાદ ગઇ તા.૦૧/૦૬ના રોજ બપોરના આશરે ત્રણેક વાગ્યાના અરસામા હુ મારી અર્ટીગા ગાડી લઇને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે ગયો હતો અને મારા મિત્ર કેશવભાઈ તેઓનુ બાઈક લઇને ત્યા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવેલ હતા.ત્યારે આ શકીલભાઇ તેમની સ્વીફ્ટ ગાડીમા પેસેન્જર બેસાડી જવાની તૈયારી કરતા હતા.તે દરમ્યાન તેઓ મારી પાસે આવેલ અને મને જણાવેલ કે,મારા કમીશનના પૈસા મને આપી દે.કહી અપહરણ કરી જૂનાગઢ લઇ ગયા હતા અને મારા ગાલ પર બે-ત્રણ જાપટો મારી અને જ્ઞાતી પ્રત્યે હડ ધૂત કરેલ હતો.બાદ મને શકીલભાઇએ જણાવેલ કે, તુ મારા કમીશનના પૈસા નહી આપે તો તુ ગ્રીનલેન્ડ ચોકડીએ કેમ ધંધો કરે છે તે હુ જોઇ લઇશ. તેમ કહી મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી અને મજેવડી ગેઇટ પાસે ગાડી તેણે ઉભી રાખેલ હોય અને મને મોકો મળતા હુ તેને ધક્કો મારી દોડીને ભાગી તેની પાસેથી છૂટી ગયેલ હતો.ત્યારબાદ રાજકોટ આવી ફરિયાદ નોંધાવી હતી.આ મામલે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી હતી.
(3:34 PM IST)










