તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
રાજકોટ ગ્રામ્યમાં કોરોનાના ૪ નવા કેસઃ કોટડાની ર માસની બાળકી અસરગ્રસ્ત

રાજકોટ, તા. ૩: જિલ્લાના ગ્રામ્ય ક્ષેત્રમાં કોરોના માથુ ઉંચકી રહયો છે. આજે ૪ નવા કેસ આવતા કુલ એકટીવ કેસનો આંકડો ૭ પર પહોચ્યો છે.
આજે ૪ નવા કેસ આવ્યા તે તમામ ફીમેલ છે જેમાં ૧ ખેરડી (જેતપુર) શાંતિધામ અને ગાયત્રીનગર (કોટડાસાંગાણી) માં બે કેસ તથા ગોંડલના લક્ષ્મણનગરમાં ૧ કેસનો સમાવેશ થાય છે.
કોટડાસાંગાણી પંથકની જે બાળકીને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો તેની ઉમર માત્ર ર માસની હોવાનું જાણવા મળે છે. જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમે કોરાનાના તમામ દર્દીઓને હોમ કોરોન્ટાઇન કરાવી જે તે કેસની વિસ્તૃત તપાસ અને સારવાર શરૂ કરી છે.
જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આજે ર માસની બાળકી સહિત કોરોનાના ૪ નવા કેસ સહિત કુલ ૭ એકટીવ કેસ થયાની બાબતને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આર. આર. ફુલમાલીએ સમર્થન આપી આગળની કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું હતું.(
(3:44 PM IST)










