News of Tuesday, 3rd June 2025
મિકસ દૂધ-ભેંસના દૂધના નમૂના નાપાસ : આઇસ્ક્રીમ, ગોલા-શરબત સીરપના સેમ્પલ લેવાયા
પેડક રોડના સાગર શરબતવાલા એન્ડ આઇસ્ક્રીમ તથા રૈયા ટેલીફોન એકસચેન્જ પાસેના રામાણી એપાર્ટમેન્ટમાંથી સેમ્પલ લેતી ફુડ શાખા : કોઠારીયા મેઇન રોડ ઉપરની સુધ્ધાંગ ડેરી ફાર્મ તથા શ્રી નવનીત ડેરી ફાર્મમાંથી લેવાયેલ દૂધના ફોરેન ફેટ મળતા નમૂના સબસ્ટાર્ન્ડડ જાહેર

રાજકોટ, તા. ૩ : મનપાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ ઉત્પાદકો -વિક્રેતાઓને ત્યાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે પેડક રોડ, રૈયા ટેલીફોન એકસચેન્જ વિસ્તારમાંથી આઇસ્ક્રીમ, શરબત તથા ગોલાના સીરપના ૪ નમૂના લેવામાં આવ્યા હતા. ઉપરાંત સત્યસાંઇ મેઇન રોડ વિસ્તારમાં ૧ ખાણી-પીણીના ધંધાર્થીને લાઇસન્સ અંગે સૂચના આપવામાં આવી હતી.
મનપાની સત્તાવાર યાદી મુજબ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સુધ્ધાંગ ડેરી ફાર્મ, હૂડકો ક્વાટર, હૂડકો પોલીસ ચોકી પાસે, કોઠારીયા મેઇન રોડ, મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ૅમિક્સ દૂધ (લુઝ)ૅ નો નમૂનો તપાસ બાદ પળથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટને બદલે ફોરેન ફેટ તથા લ્ફજ્ નું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું હોવાથી નમૂનો ૅસબસ્ટાન્ડર્ડૅ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા શ્રી નવનીત ડેરી ફાર્મ, હૂડકો ક્વાટર, બસ સ્ટોપ પાસે, કોઠારીયા મેઇન રોડ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ૅભેસનું દૂધ (લુઝ)ૅ નો નમૂનો તપાસ બાદ પળથ્થકરણ રિપોર્ટમાં મિલ્ક ફેટને બદલે ફોરેન ફેટની હાજરી હોવાથી નમૂનો ૅસબસ્ટાન્ડર્ડૅ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના સત્યસાંઇ મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૧ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. જેમાં ક્રિષ્ના શોપિંગ સેન્ટરને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
શરબત તથા ગોળા સીરપ, આઇસ્ક્રિમના ૪ નમૂના લેવાયા
ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ દર્શાવેલ નીચે મુજબની વિગતે સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત કુલ ૦૪ નમૂના લેવામાં આવેલ જેમાં પિસ્તા ફ્લેવર શરબત માટેનું સીરપ (લુઝ): સાગર શરબતવાલા એન્ડ આઇસક્રીમ, પાણીના ઘોડા ચોક, પેડક રોડ, માવા બદામ આઇસક્રીમ (લુઝ): સાગર શરબતવાલા એન્ડ આઇસક્રીમ, પાણીના ઘોડા ચોક, પેડક રોડ, બરફ ગોલાનું સીરપ (કેડબરી ફ્લેવર) (લુઝ): રામાણી એપાર્ટમેન્ટ, ૧૫૦ઁ રિંગ રોડ, રૈયા ટેલિફોન એક્સચેન્જ, તથા બરફ ગોલાનું સીરપ (ઓરેંજ ફ્લેવર) (લુઝ): રામાણી એપાર્ટમેન્ટ, ૧૫૦ રિંગ રોડ, રૈયા ટેલિફોન એક્સચેન્જ ખાતેથી નમૂના લેવાની કામગીરી કરવામાં આવી.
(3:49 PM IST)










