તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
જેઇઇ એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં ઉત્કર્ષ સ્કુલના વિદ્યાર્થીઓનો દબદબો
IIT માં પ્રવેશ સુનિヘતિ કરતા સોલંકી દેવર્ષ (AIR:228), લાલચેતા ધરવ (AIR:663) અને શેઠ ક્રિશીવ (AIR:1953): કમ્પ્યુટર અને એઆઇક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવી આધુનિક ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનું સ્વપ્ત હવે થશે સાકાર

રાજકોટ : અકિલા કાર્યલય ખાતે ઉત્કર્ષ સ્કુલના તેજસ્વી તારલાઓ સોલંકી દેવર્ષ, ધરવ લાલચેતા, શેઠ ક્રીશીવ અને શિક્ષકો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
રાજકોટ : આઇઆઇટી (ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી) માં પ્રવેશ માટેની જેઇઇ એડવાન્સ પરીક્ષાનાં જાહેર થયેલ પરિણામમાં ઉત્કર્ષ સ્કુલ ઓફ એકસલન્સના વિદ્યાર્થીઓએ હરવખતની જેમ સફળતાની હારમાળા સર્જેલ છે અને ઉત્કૃષ્ટ પરિણામની ઉત્કર્ષની સફળતાની પરંપરા જાળવી રાખેલ છે.
જેઈઈ મેઈન્સ પરીક્ષામાં આ વર્ષે ૧૪ લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા હતા, તેમાંથી આશરે ૨.૫૬ લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થઈ જેઈઈ એડવાન્સની પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર ૫૪,૩૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે.
જેઈઈ એડવાન્સ-૨૦૨૫ ના રિઝલ્ટમાં શાળાના વિદ્યાર્થી સોલંકી દેવર્શએ કેટેગરી ઓલ ઈન્ડિયા રેન્ક ૨૨૮, લાલચેતા ધરવએ કેટેગરી ઓલ ઈન્ડિયા રેન્ક ૬૬૩, શેઠ ક્રિશીવએ કેટેગરી ઓલ ઈન્ડિયા રેન્ક ૧૯૫૩ મેળવી આઈઆઈટીના દરવાજા ખખડાવેલ છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ કમ્પ્યૂટર અને એઆઈ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવી આધુનિક ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા માગે છે.
ઉત્કર્ષના સંચાલક વિમલભાઇ છાયા સહિતની ટીમનું માર્ગદર્શન સફળતાની સીડી બની હતી.
(3:50 PM IST)










