<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

શ્રી નટેશ્વરધામ મહોત્‍સવમાં વિધિવિધાન પૂર્વક પૂજન-અર્ચન-હવન કરાશે

 

રાજકોટ તા.૩: શ્રી નટેશ્વર ધામ મહોત્‍સવ અંતર્ગત પ્રથમ દિવસે સવંત ૨૦૮૧ જેઠ સુદ ૧૧ ના તા. ૦૬-૦૬-૨૦૨૫ ને શુક્રવારે સવારે ૭-૩૦ થી ૯ તિલક કરણ, મંગલાચરણ, ગણપત્‍યાદિ પચાંગ કાર્ય, સવારે ૯-૧૫ થી બપોરે ૧૨-૩૦ વિધી પૂજન, મંડપ પૂજન, પ્રવેશાંગ કર્મ, દેવતા સ્‍થાપન, નવગ્રહ શાંતિ, કુંડ પૂજન, અગ્નિ સ્‍થાપન, હોમ. બપોરે ૩ થી સાંજે ૫ જલાધિવાસ, કુટીર હોમ, જલે પ્રતિમાધિવાસ,સાંજે ૫ થી સાંજે ૫-૧૫ સાંય સ્‍થાપિત દેવતા પૂજન, નીરાજન સ્‍તુતિ,સાંજે ૬ થી ૬-૧૫ પ્રસાદ વિતરણ, ધન્‍યાધિવાસ થશે.

દ્વિતિય દિવસે સવંત ૨૦૮૧ જેઠ સુદ ૧૨-૧૩ ના  તા. ૦૭-૦૬-૨૦૨૫ ને શનીવારે સવારે ૭-૩૦ થી બપોરે ૧-૩૦ સુર્યાર્ધ પુજા, મંડપ દ્વાર પુજા, મંડપ પ્રવેશ, સ્‍થાપિત દેવોની પુજા, જલયાત્રા, પ્રસાદ વાસ્‍તુ શાંતિ, મૂર્તિ નિક્ષેપવિધી, તાપનવિધી,બપોરે ૨-૩૦ થી સાંજે ૪-૧૫ શય્‍યાધિવાસ, ન્‍યાસાદિ કર્મ, તત્‍વન્‍યાસ, શાંતિ પૌષ્ટિક હોમ, મૂર્તિપતિ, લોકપાલ હોમ, સ્‍થાપત્‍ય, દેવહોમ, વ્‍યાહતિ હોમ યોજાશે.

જયારે  શનીવારે બપોરે ૨-૩૦ થી સાંજે ૪-૧૫ પ્રસાદ તાપન, ન્‍યાસાદિકર્મ, સ્‍થાપ્‍યદેવ હોમ, સાંય પૂજા, નીરાજનાદિ કર્મ, સાંજે ૪-૩૦ થી ૬-૧૫ શોભા યાત્રા, સભા, પ્રસાદ વિતરણ યોજાશે.

મહોત્‍સવના વિરામના દિવસ એટલે કે તળતિય દિવસે સવંત ૨૦૮૧ જેઠ સુદ ૧૨/૧૩, તા. ૦૮-૦૬-૨૦૨૫ ને રવિવારે સવારે ૭-૩૦ થી ૧૨-૩૦ સુર્યાર્ધ મંડપ પ્રવેશ, સ્‍થાપિત દેવોની પુજા, દિગહોમ મૂર્તિ, મૂર્તિ પતિ, લોકપાલ સ્‍થાપત્‍ય હોમ, દેવ પ્રબોધન, પ્રસાદ નયનં, બપોરે ૩ થી સાંજે ૬ દેવસ્‍થિતીકરણ, સ્‍થાપત્‍યદેવ હોમ, દેવતાઓના બલીદાન,પૂર્ણાહુતી થશે.

રવિવારે અશોક ભાયાણીના

કંઠે રામધૂન

નટેશ્વરધામ મહોત્‍સવમાં તા. ૮ ના રોજ જાણીતા કલાકાર શ્રી અશોક ભાયાણીનો રામધુનનો કાર્યક્રમ સાંજે ૬-૩૦ થી સાંજે ૧૧ કલાકે રાખેલ છે. જેનું ધર્મ પ્રેમીજનોનએ લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવાયું છે

(3:56 PM IST)