<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

વરસાદના કન્‍ટ્રોલરૂમ શરૂ થતા નવી જગ્‍યાઓ

ભરાઇઃ ૧પ ના. મામલતદારની બદલી તારીખ ૩૦ નવેમ્‍બર સુધી જગ્‍યા રહેશેઃ મહેકમ પૂર્ણ થતા મૂળ જગ્‍યાએ હાજર થવાના હુકમો

રાજકોટ તા. ૩: આગામી ચોમાસુ સંદર્ભે કલેકટરે ૧લી જૂનથી કલેકટર કચેરી તથા તમામ તાલુકામાં કન્‍ટ્રોલરૂમ શરૂ કર્યા છે, અને હવે ગઇકાલે સાંજે આ કન્‍ટ્રોલ રૂમ માટે ૧પ જેટલા નાયબ મામલતદારોના ઓર્ડરો કર્યા છે, આ તમામને તાકિદે ચાર્જ સંભાળી લેવા, અને તાલુકામાં હોય તેઓને પણ જે ચાર્જ સોંપાયો છે તે સંભાળી લેવા તાકિદ કરાઇ છે, આ હંગામી મહેકમ તા. ૩૦ નવેમ્‍બર સુધી ચાલુ રહેશે, બદલીનું લીસ્‍ટ આ મુજબ છે.

જેમાં મિનેષ ભાવસારને કલેકટર કન્‍ટ્રોલરૂમ, સરફરાઝ મલેક-પૂર્વ મામલતદારમાં, યોગેશ સોનપાલ-પヘમિ મામલતદાર, શુભમ ચાવડા-દક્ષિણ મામલતદારમાં, કિરીટસિંહ ઝાલા-તાલુકા મામલતદારમાં, તથા કોટડા સાંગાણી, મૌલિક ઉપાધ્‍યાય, છગન કૂકડીયા, મનસુખ સોરાણી, દિનેશ આચાર્ય, જયદીપસિંહ બારડ, શાહનવાઝ દેસાઇ, બાલકૃષ્‍ણ ગોંડલીયા, મહેશ કરંગીયા, અને હરેશ ગોહેલની બદલી કરાઇ છે, અમૂક નાયબ મામલતદારને કન્‍ટ્રોલરૂમનો વધારાનો ચાર્જ અપાયો છે, હંગામી જગ્‍યાની મુદત પૂર્ણ થયે તમામ કર્મચારીઓને પોતાની મૂળ જગ્‍યાએ હાજર થવાનું રહેશે.

(4:30 PM IST)