<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

રાજકોટને કાયમી શિક્ષણાધિકારી મુકવા સંકલન સમિતિની માંગણી

 

રાજકોટ, તા. ૩: રાજકોટ શહેર-જિલ્લાના શૈક્ષણીક સંઘ સંકલન સમિતિ દ્વારા આજે ફરી કાર્યકારીને બદલે કાયમી જિલ્લા શિક્ષણાધિકારી મુકવા માંગ કરી છે. આજ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રાજકોટ શહેર / જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ, રાજકોટની બેઠક મળી હતી, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને શાળાઓના શૈક્ષણિક અને વહીવટી તમામ કામો અટકી જતાં ગત તારીખ ૧૨ ના  સંકલન સમિતિની બેઠક મળી હતી, અને રાજકોટના સાંસદશ્રીની આવેદનપત્ર આપેલ  જે અન્‍વયે ઇન્‍ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની જગ્‍યાએ ફેરબદલ કરવામાં આવેલ પરંતુ હજુ સુધી કાયમી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની નિમણૂંક થયેલ ન હોય, તેમજ કચેરીના જે કર્મચારીઓ સામે ફરિયાદ હતી તેની સામે કોઈ કાર્યવાહી થયેલ ન હોય, કામો હજુ અટકેલાં છે.

આજે રાજકોટ શહેર / જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ ફરી મળી હતી, ઉલ્લેખનીય છે કે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની જગ્‍યા મહત્‍વની હોય, જે લાંબાગાળાથી ઇન્‍ચાર્જથી ચાલતી હોય, જેના કારણે આ પ્રશ્નો ઉપસ્‍થિત થયેલ છે, સત્‍વરે કાયમી જિલ્લા શિક્ષણાધિકારી ફાળવવા માંગ ઉઠી છે, અને ૨૦૧૬થી રાજકોટ શહેર અને જિલ્લાની જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અલગ અલગ મંજૂર થયેલ હોય તે સત્‍વરે શરૂ થાય તે શિક્ષણના હિતમાં જરૂરી છે, તેમ સંકલન સમિતિની યાદીમાં જણાવાયું છે.

રજુઆતમાં ડો. પ્રિયવદન કોરાટ, દિનેશ ભુવા, ડો. લીલા કડછા, અશોક ભારાઇ, ડો. શૈલેષ સોજીત્રા, રસિક ભંડેરી, એન.ડી. જાડેજા, જયેશ દુધાત્રા સહિત જોડાયા હતા

(4:12 PM IST)