<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

ભુપેન્‍દ્રભાઇ શુક્રવારે ૯૭ કરોડના ખર્ચે બનેલ ૪ જૂથ યોજનાનું લોકાર્પણ કરશેઃ ૪ાા લાખ લોકોને લાભ

નિયમીત ૧૦૦ લીટર પાણી મળશે : ભડલી- મચ્‍છુ-૧- મોવિયા અને પડધરી મળી ૪ જુથ યોજના આવરી લેવાઇઃ ૧૫૩ ગામોનો સમાવેશ

રાજકોટ તા.૪: પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શન અંતર્ગત રાજ્‍ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લાનું પ્રત્‍યેક ઘર હર ઘર નલ યોજનાથી લાભાન્‍વિત થયું છે. આ સાથે જ ‘‘સૌની યોજના''ના પાણી મળતા રાજકોટમાં પાણીની તંગી હવે ભૂતકાળ બની ચૂકી છે ત્‍યારે રાજકોટ જિલ્લામાં વિવિધ ૨૦ જૂથ યોજનાઓ દ્વારા જોડાયેલ ગામ અને શહેરોને નવી જૂથ યોજના હેઠળ આવરી પ્રતિ વ્‍યક્‍તિ દીઠ ૧૦૦ એમએલડી પાણી મળે તે માટે ઝુંબેશરૂપે ઓગ્‍મેંટેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી.

આગામી તા.૬ ના રોજ મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના હસ્‍તે અંદાજે ૯૭.૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત ભડલી, મચ્‍છુ-૧, મોવિયા અને પડધરી મળીને ચાર સુધારણા જૂથ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવશે. આ ચાર જૂથ યોજનાઓ અંતર્ગત વિંછીયા, જસદણ, રાજકોટ, વાંકાનેર, ગોંડલ, કોટડાસાંગાણી, પડધરી, લોધિકા અને ધ્રોલ તાલુકાના ૧૫૩ ગામ - નગરોને સાંકળી લેવામાં આવ્‍યા છે. આ યોજનાઓ કાર્યરત થતા ૧૫૩ ગામના કુલ ૪,૪૦,૫૪૪ થી વધુ લોકોને પ્રતિ વ્‍યક્‍તિ દીઠ ૧૦૦ લીટર પાણી નિયમિત પહોંચાડવામાં આવશે.(૨.૯)

(11:01 AM IST)