<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

જાહેર જીવનમા વ્‍યાપક અનુભવથી રાષ્‍ટ્રનિર્માણ માટે સદાય પ્રવૃત્ત રહો એવી શુભેચ્‍છાઓ

રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને નરેન્‍દ્રભાઈ મોદીએ રામભાઈને જન્‍મ દિવસની શુભેચ્‍છાઓ પાઠવી

રાજકોટ તા.૩: રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ રામભાઈને જન્‍મ દિવસની શુભેચ્‍છાઓ પાઠવી છે.

રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ જન્‍મ દિવસના શુભેચ્‍છા સંદેશમા જણાવ્‍યું છે કે પ્રિય રામભાઈ મોકરીયા તમારા જન્‍મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામના ઈશ્વર આપને સ્‍વસ્‍થ અને પ્રસન્ન રાખે આવનારા અનેક વર્ષો સુધી તમે રાષ્‍ટ્રની નિષ્ઠાપૂર્વક સેવા કરતા રહો તેવી શુભકામના.  વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ જન્‍મ દિવસના શુભેચ્‍છા સંદેશમા જણાવ્‍યું છે કે તોહી શ્રી રામભાઈ, ૦૧ જૂનના રોજ આપના જન્‍મદિન નિમિત્તે હૃદયપૂર્વકની શુભેચ્‍છાઓ વ્‍યક્‍ત કરતા આનંદની લાગણી અનુભવું છું. 

‘‘પ્રાર્થયામહે ભવ શતાયુષી ર્ઇશ્વર સદી ત્‍વામ્‌ ચ રક્ષતુ ા''

આવનારા વર્ષના પ્રત્‍યેક દિવસ આજના દિવસની જેમ જ શુભ અને કલ્‍યાણકારી નીવડે તથા આપના માટે સદાય સુખ-શાંતિ અને સારું સ્‍વાસ્‍થ્‍ય લાવનાર બની રહે એવી શુભકામનાઓ.જાહેર જીવનમાં આપના ઉમદા અને વ્‍યાપક અનુભવથી આપ રાષ્‍ટ્રનિર્માણ માટે સદાય પ્રવળત્ત રહો એવી શુભેચ્‍છાઓ.

(1:46 PM IST)