તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Wednesday, 4th June 2025
મે મહિનામાં રાજકોટ શહેર-જીલ્લાની ૧૮ સબ રજીસ્ટ્રાર કચેરીમાં ૧૪પ૦૦ દસ્તાવેજઃ સરકારને ૭૬ કરોડની આવક
અમદાવાદમાં મંદી છે, પરંતુ રાજકોટમાં તેજી યથાવત :સૌથી વધુ મોરબી રોડ પર ર૧૪૪ તો સૌથી ઓછા વિંછીયા ઝોનમાં ૧૧ર દસ્તાવેજોની નોંધણી

રાજકોટ તા. ૪: અમદાવાદ જેવા ધરખમ સીટીમાં જમીન-મકાન-ફલેટની ખરીદીમાં ભારે મંદી છવાઇ છે, ર૮ ટકા જેવો ઘટાડો નોંધાયો છે, પરંતુ રાજકોટ શહેર-જીલ્લામાં જમીન-મકાન-ખુલ્લા પ્લોટ, ફલેટની ખરીદીમાં તેજી યથાવત જોવા મળી છે.
જો કે એપ્રીલ કરતા મે મહિનામાં થોડા ઓછા દસ્તાવેજો થયા, પરંતુ આમ છતાં સરકારને દસ્તાવેજોની નોંધણીને કારણે મે મહિનામાં ૭પ કરોડની ધરખમ આવક થઇ છે.
અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું કે, મે-ર૦રપ માં રાજકોટ શહેર-જીલ્લાની ૧૮ સબ રજીસ્ટ્રાર કચેરીમાં કુલ ૧૪પ૮૦ દસ્તાવેજો નોંધાયા હતા, જેમાં સૌથી વધુ મોરબી રોડ પર-ર૧૪૪ તો સૌથી ઓછા વિંછીયા ઝોનમાં ૧૧ર દસ્તાવેજો નોંધાયા છે, જેમાં ટોટલ ફી ૧૦ કરોડ ૭૮ લાખ તથા સ્ટેમ્પ ડયુટી ૬પ લાખ મળી સરકારને ૭૬ કરોડની જબરી આવક નોંધાઇ છે.
અન્ય ૧૬ સબ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલ દસ્તાવેજોની વિગતો જોઇએ તો રાજકોટ-૮-રૂરલ-૭૬પ, રાજકોટ-૭-કોઠારીયા-૯૯૧, રાજકોટ-૬-મવડીમાં-૧ર૧૯, પડધરી-પપ૧, રાજકોટ-૩-રતનપર-૯૧૧, જસદણ-૪પ૮, જામકંડોરણા-૧૪૪, જેતપુર-૬૯૦, ધોરાજી-૩૯૬, રાજકોટ-પ-મવામાં-૭૮૮, રાજકોટ-૪ રૈયા-૧પ૧ર, રાજકોટ-૧માં-૯૦૩, ઉપલેટા-પ૦૧, કોટડા સાંગાણી-૪૮ર, ગોંડલ-૧૪૦૭, લોધીકા-૯૦૮નો સમાવેશ થાય છે. (૭.૩૭)
(2:53 PM IST)










