તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
મવડીમાં રાત્રી રામ કથામાં ભાવવિભોર બનતા ભાવિકો

રાજકોટ તા. ૪ : શહેરના મવડી વિસ્તારના બાપા સીતારામ ચોક, સોરઠીયા ગ્રાઉન્ડ ખાતે તા. ૨ થી તા. ૧૦ સુધી ગૌમાતા મહોત્સવ-૯ અંતર્ગત શ્રીરામ ચરિત માનસ કથાનું આયોજન થયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કથા વકતા પૂ.શ્રી વિવેકસ્વરૂપદાસજી અને પૂ.શ્રી માધવસ્વામીએ જણાવ્યુ હતુ કે આ રાત્રી કથા છે અને દરરોજ રાત્રે ૮.૩૦થી ૧૧.૩૦ સુધી ભાવિકો કથામૃતનો લાભ લઇ રહ્યા છે. કથા દરમિયાન આજે ધાંગ્રધ્રાના શ્રી વિવેકસાગરસ્વામી જ્ઞાનવાણીનો લાભ આપશે. કથા દરમિયાન વિવિધ આયોજનો પણ કરાયા છે. જેમાં ગઇકાલે શ્રીરામ જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી. કાલે તા. ૫ ના રામવિવાહની ઉજવણી કરાશે. તા. ૯ ના રામેશ્વર સ્થાપના અને તા. ૧૦ ના રાજયાભિષેકનો પ્રસંગ ઉજવાશે.
આ આયોજનમાં કિશાન ગૌશાળા, આજીડેમ, શ્રી સ્વામીનારાયણ ગૌશાળા - માખાવડ, શ્રી માધવ ગૌશાળા- રાવકી ગામ, શ્રી સરદાર ગૌશાળા- ગોંડલ રોડ, શ્રી ગોવર્ધન ગૌશાળા - પાળ, હનુમાન ગ્રુપ વગેરેનો સહયોગ મળેલ છે. સમગ્ર કથા આયોજનને સફળ બનાવવા યજમાન પરિવારના ધીરૂભાઇ વિરડીયા, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી, હરિકૃષ્ણભાઇ રામાણી, સાગરભાઇ વિરડીયા, નરેશભાઇ રામાણી, રસીક ભગત, પૂ. માધવ સ્વામી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
હાલ નકલી ખાદ્ય પદાર્થ, વિદેશી અનુકરણથી ભાવી પેઢી સંસ્કૃતિ હીન થઇ રહી છે. ત્યારે સમાજમાં સુખ, શાંતિ, સમૃધ્ધી સ્થાપિત કરવા અને ગૌ માતાના રક્ષણ માટે આ કથાના માધ્યમથી અપીલ કરવામાં આવી રહી છે.
સોરઠીયા ગ્રાઉન્ડ, બાપાસીતારામ ચોક, મવડી ખાતે દરરોજ રાત્રે ૮.૩૦થી ૧૧.૩૦ કથા શ્રવણનો લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પૂ. વિવેકસ્વરૂપદાસજી સ્વામી, પૂ. માધવસ્વામી, નરેશભાઇ રામાણી, હરિકૃષ્ણભાઇ રામાણી, અરૂણભાઇ પદમાણી, કેતનભાઇ લુણાગરીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:34 PM IST)










