<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

મુખ્‍યમંત્રી શુક્રવારે રાજકોટમાં પપ૭ કરોડથી વધુના લોકાર્પણ ખાતમુર્હુતો કરશેઃ કોર્પોરેટરો સાથે અગત્‍યની બેઠક

કલેકટર દ્વારા હિરાસર એરપોર્ટ સહિત તમામ સ્‍થળે ૭૦૦ થી વધુના સ્‍ટાફના આદેશોઃ એસટીની ૧૪ બસો મંગાઇ

રાજકોટ, તા. ૪: શુક્રવારે રાજકોટ આવી રહેલા  રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલનું એક કલાકના રોકાણ દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લાના ૫૫૭ કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાપર્ણ થશે તેવું કલેકટર કચેરીના અધિકારી સૂત્રોએ  જણાવ્‍યું હતું જેમાં રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશન રૂડા કચેરી જેટકો પાણી પુરવઠા આરોગ્‍ય જસદણ તાલુકા કચેરી સ્‍પોર્ટ સંકુલના કામો સહિતના વિકાસ કામો અને ખાતમુહૂર્તોનો સમાવેશ થાય છે.ે આ લોકાપર્ણના કામોનું પણ લીસ્‍ટ એડ થઇ રહયાનું સાધનો ઉમેરી રહયા છે.

દરમિયાન રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના તમામ કોર્પોરેટરોને મળનાર હોવાનું અને તેમની સાથે અગત્‍યની મીટીંગ પણ યોજી હોવાનું બહાર આવ્‍યું છે તેઓ મીટીંગ કોર્પોરેશન ખાતે અથવા તો સર્કિટ હાઉસ ખાતે કરે તેવી શકયતા હાલના વર્તુળો જણાવી રહ્યા છે.

દરમિયાન મળતી વિગતો મુજબ રાજકોટ કલેકટરે કોર્પોરેશન અને મુખ્‍યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે રાજકોટ હિરાસર એરપોર્ટ રાજકોટનું જૂનું એરપોર્ટ રૈયા રોડ ઉપર આવેલ પ્રમુખસ્‍વામી ઓડિટોરિયમ તથા અન્‍ય કોઈ પણ જગ્‍યાએ મુખ્‍યમંત્રી જાય ત્‍યાં ના કાર્યક્રમ સંદર્ભે લગભગ ૧૦૦ થી વધુ સ્‍ટાફોના ઓર્ડરો કર્યા નું બહાર આવ્‍યું છે જેમાં તમામ મામલતદારો ત્રણથી ચાર જેટલા પ્રાંત અધિકારીઓને પણ આવરી લેવાયા છે આ બાબતે આવતીકાલે કલેકટર મહત્‍વની મીટીંગ પોતાના અધિકારીઓ સાથે કરે તેવી શકયતા છે. દરમિયાન કલેકટર તંત્રે એસટી પાસે શુક્રવાર માટે ૧૪ બસો માંગી છે, જે જુદા જુદા તાલુકામાં મોકલાશે.

(4:01 PM IST)