<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

ગ્રામ પંચાયત ચુંટણી : સરપંચના પદ માટે ૪ અને સભ્‍યના પદ માટે ૧૯ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

રાજકોટ, તા., પ : રાજકોટ જિલ્લામાં આગામી તા. ૨૨ જૂન, ૨૦૨૫ના રોજ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે. જે અન્‍વયે કુલ ૨૪૩ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને ૬૪ ગ્રામ પંચાયતોમાં સામાન્‍ય ચૂંટણી યોજાનારી છે. જેમાં રાજકોટ જિલ્લામાં સરપંચના પદ માટે કુલ ૦૪ અને સભ્‍યના પદ માટે કુલ ૧૯ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

રાજકોટ જિલ્લાના તાલુકા પ્રમાણે જોઈએ તો રાજકોટ તાલુકામાં ૪૬ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને ૫ ગ્રામ પંચાયતોમાં સામાન્‍ય ચૂંટણી, કોટડાસાંગાણી તાલુકામાં ૧૭ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને ૨ ગ્રામ પંચાયતોમાં સામાન્‍ય ચૂંટણી, લોધીકા તાલુકામાં ૧૩ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને ૧ ગ્રામ પંચાયતોમાં સામાન્‍ય ચૂંટણી, પડધરી તાલુકામાં ૨૮ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને ૩ ગ્રામ પંચાયતોમાં સામાન્‍ય ચૂંટણી, ગોંડલ તાલુકામાં ૩૪ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને ૬ ગ્રામ પંચાયતોમાં સામાન્‍ય ચૂંટણી, જેતપુર તાલુકામાં ૨૫ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને ૩ ગ્રામ પંચાયતોમાં સામાન્‍ય ચૂંટણી, ધોરાજી તાલુકામાં ૧૧ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને ૨ ગ્રામ પંચાયતોમાં સામાન્‍ય ચૂંટણી, ઉપલેટા તાલુકામાં ૧૭ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને ૪ ગ્રામ પંચાયતોમાં સામાન્‍ય ચૂંટણી, જામકંડોરણા તાલુકામાં ૨૫ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને ૭ ગ્રામ પંચાયતોમાં સામાન્‍ય ચૂંટણી, જસદણ તાલુકામાં ૧૫ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને ૧૫ ગ્રામ પંચાયતોમાં સામાન્‍ય ચૂંટણી તેમજ વિંછીયા તાલુકામાં ૧૨ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને ૧૬ ગ્રામ પંચાયતોમાં સામાન્‍ય ચૂંટણી યોજાનારી છે.

 આ ઉપરાંત, ગઇકાલની સ્‍થિતિએ રાજકોટ તાલુકામાં સરપંચની ચૂંટણી માટે કુલ ૩ અને સભ્‍યની ચૂંટણી માટે કુલ ૮, ગોંડલ તાલુકામાં સભ્‍યની ચૂંટણી માટે કુલ ૨, ધોરાજી તાલુકામાં સભ્‍યની ચૂંટણી માટે કુલ ૧, ઉપલેટા તાલુકામાં સભ્‍યની ચૂંટણી માટે કુલ ૪, જામકંડોરણા તાલુકામાં સરપંચની ચૂંટણી માટે કુલ ૧ તેમજ જસદણ તાલુકામાં સભ્‍યની ચૂંટણી માટે કુલ ૪ ફોર્મ ભરાયા છે. (

(12:04 PM IST)