તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
ભાજપના સત્તાના ‘સુકાનીઓ' જ ભ્રષ્ટાચારના ‘શકુનિઓ' છે, આમાં પ્રજા પણ બીચારી શું કરે ?: ભાવેશ બોરીચા
ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે એ ખુદ રાજયસભાના સાંસદે જ સાબિત કરી દીધું રામભાઇ મોકરીયાએ અરજદારની ફરિયાદનું નિવારણ કર્યુ એ એમની ફરજ છે, એમાં કોઇ મોટી વાત નથી

રાજકોટ : શહેર કોંગ્રેસ સમિતિ ના મહામંત્રી એડવોકેટ ભાવેશ બોરીચા એ યાદીમાં જણાવ્યું જણાવે છે કે ભ્રષ્ટાચારી અધિકારીઓ ને સજા હોય માફી નહીં.
ગુજરાત ની ભાજપ સરકાર માં ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે એવું કોંગ્રેસ નો આરોપ ખુદ ભાજપ ના રાજ્યસભા ના સાંસદે સાબિત કરી દીધો છે.
ગઈકાલે ભાજપ ના નેતા સાંસદ શ્રી રામભાઈ મોકરિયા એ પણ કોંગ્રેસ ની વાત ને પુરાવા સાથે સાબિત કર્યું કે ભાજપ શાશનમાં અધિકારીઓએ ભ્રસ્ટાચારની તમામ હદો વટાવી છે. ભાજપ શાશન માં સામાન્ય જનતા નું એકપણ કામ સીધી રીતે થતું જ નથી દરેક કામ માં પૈસા નો વહીવટ કરવો જ પડે છે. પરંતુ પ્રજા પણ શું કરે બિચારી ભાજપ ના સતા ના ૅસુકાનીઓૅ જ આ ભ્રષ્ટાચાર ના ૅશકુનિઓૅ છે... એમાં રાવ કે ફરિયાદ પણ કયાં કરવા જાય ?? કોંગ્રેસ પક્ષ પાસે ફરિયાદ કરવા જનાર લોકો ના ઘર પણ તોડાવી નાખવાની બીક દેખાડવામાં આવે છે એવું પણ ઘણા કિસ્સાઓ માં જોવા મળ્યું છે. એટલે પ્રજા એ ના છૂટકે ભાજપ ના ૅશકુનિઓ પાસે જાવું પડે છે. રામભાઈ મોકરિયાએ અરજદાર ની ફરિયાદ નું નિરાકરણ કર્યું એ એમની ફરજ છે એને એ કરવાનું જ હોય એમાં એમના દ્વારા કોઈ મોટી વાત નથી થઈ. પ્રજા ના સેવક છે તો એણે લોકો ની સેવા કરવાની જ હોય એમાં આવડી જાહેરાત ના કરવાની હોય.પણ મને અફસોસ એ વાત નો થાય છે કે આટલો ભ્રષ્ટાચાર કરવાની હિંમત એ અધિકારી ને આપી કોણે ??? રાજકોટ ની જનતા વતી હુંભાજપ ના નેતા શ્રી રામભાઈ મોકરિયા ને અમુક સવાલો કરવા માંગુ છું જો એ હિંમત પૂર્વક જવાબો આપી શકે તો.... (૧) જે ફરિયાદી રામભાઈ પાસે ફરિયાદ લઈને ગયા હતા એમણે પેલા અધિકારી ને ભ્રષ્ટાચાર ની રકમ ૨૫,૦૦૦ આપતા પહેલા કેમ રામભાઈ ને ફોન કે જાણ ના કરી ??? (૨) એ ફરિયાદી ની એવી કઇ ભૂલ હતી કે એમણે ભ્રષ્ટ અધિકારી ની વાત માં સહમત થઈને ૨૫,૦૦૦ રૂપિયા દેવાની ફરજ પડી ?? (૩) ફરિયાદીએ એન્ટીકરપશન બ્યુરો ને કે પોલીસ ને આની જાણ કેમ નો કરી ?? શું ભાજપ ના શાશન માં ન્યાયતંત્ર ઉપર ફરિયાદી ને ભરોસો નહોતો ?? (૪) જેને રામભાઈ મોકરિયા એ પકડ્યો એ ભ્રષ્ટાચારી આરોપી કયાં વિભાગ નો હતો અને એનું શું નામ હતું અને એનો હોદ્દો શું હતો ?? એ અધિકારીએ રામભાઈ ના કહ્યા મુજબ લાંચ ની રકમ પરત કરી એનો મતલબ લાંચ લેવાઈ હતી એ તો નક્કી ને.
(૫). જો રામભાઈ મોકરિયા ને આ બનાવ ની જાણ થઈ અને ખબર પડી કે ભ્રષ્ટાચાર થયો છે તો એમણે પણ શા માટે એન્ટીકરપશન બ્યુરો કે પોલીસ ને શા માટે જાણ ના કરી ??? શું તેઓ ને પણ ભાજપ શાશન માં ન્યાયતંત્ર ઉપર ભરોસો નથી ???
(૬) પોતે રાજ્યસભા ના સાંસદ છે તો એની પહેલી ફરજ પોલીસ ને જાણ કરવાની નથી આવતી ???
(૭) સસ્તી પ્રસિદ્ધિ મેળવી પોતે ન્યાયતંત્ર નું મોરલ નીચું નથી લઇ જઈ રહ્યા ??? લોકો ને ન્યાયતંત્ર અને પોલીસ વિભાગ ઉપર થી વિશ્વાસ ઉડાડવાનું કામ શું રામભાઈ નથી કરી રહ્યા ??
(૮) લાંચ લેવી જેવડો ગુન્હો છે એવડો જ ગુન્હો લાંચ આપવી એ બને છે. શું રામભાઈ મોકરિયા આ વાત નથી જાણતા ??? આ કિસ્સા માં રામભાઈ મોકરિયા એ પોતે જાહેર કર્યું છે કે પોતે લાંચ ના પૈસા પરત અપાવ્યા છે તો એકદમ નજર સામે વાત છે કે ગુન્હો બન્યો હતો અને એના સાક્ષી ખુદ રામભાઈ મોકરિયા પુરવાર કરે છે. તો શું અન્ય કિસ્સાઓ માં પોલીસ પોતે ફરિયાદી બને છે એમ આ કિસ્સા માં તો ખુદ સાંસદ રામભાઈ મોકરિયા સાક્ષી બને છે અને ભ્રષ્ટાચારી અધિકારી પાસે થી પોતે ૨૫,૦૦૦ જેવી માતબર રકમ પરત કરાવી છે એવું જાહેર કરે છે એનો મતલબ તેઓ આરોપી અને ફરિયાદી બંને ને ઓળખે છે અને મુદામાલ પણ એમના દ્વારા જ પરત મેળવાયો છે.
એન્ટીકરપશન બ્યુરો અને પોલીસ ને જોઈતા તમામ પુરાવાઓ અને સાહેદો બધું જ તો નજર સામે છે હવે કોની પરવાનગી ની જરૂર છે ??? પરંતુ આવું તંત્ર પણ નહીં કરે કેમ કે સેટિંગ મોટા માથાઓ નું હશે એટલે મારી રાજકોટ ના નાગરિકો ને અપીલ છે કે જે પણ લોકો પાસે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ કે તોડબાજ કોઈ કોર્પોરેટરો કોઈપણ પ્રકાર ની ખંડણી ભ્રષ્ટાચાર ના રૂપ માં માંગે તો એમને ત્વરિત શ્રી રામભાઈ મોકરિયા નો સંપર્ક કરવો જોઈએ અને ગુજરાત સરકારે પોતાના પોલીસ વિભાગ ને અને એન્ટીકરપશન વિભાગ ને તાળા મારી દેવા જોઈએ કેમ કે હવે રાજકોટ ને ભ્રષ્ટાચાર સામે લડતા મસીહા મળી ગયા છે. રામભાઈ મોકરિયા રાજકોટ ની જાહેર જનતા ને ઉપરોક્ત મુદ્દાઓ થી માહિતગાર કરે અને સાબિત કરે કે ભ્રષ્ટાચાર થયો હતો. અથવા જો તેઓ માહિતી નો આપે તો સમજવાનું રહેશે કે આ ભાજપ નો અને રામભાઈ મોકરિયા નો સસ્તો પબ્લિસિટી સ્ટંટ હતો. આશા રાખું કે આપણા સાંસદ શ્રી રામભાઈ મોકરિયા આ સવાલો ના જવાબ જાહેર અખબારો માં આપે. મારા સવાલો રાજકોટ ની પ્રજા ના હિત માટે છે એટલે આપ રાજકોટ ની પ્રજા નો દ્રોહ નહીં કરશો એવી લાગણી છે. તેમ ભાવેશભાઇ બોરીચાએ યાદીના અંતમાં જણાવ્યું છે.
(3:12 PM IST)










