તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
ધ્રોલના અધ્યાપક નીતાબા જાડેજા પીએચ.ડી. થયા : ડો. ધરમ કાંબલીયાનું માર્ગદર્શન : અભિનંદનનો વરસાદ

રાજકોટ, તા. પ : શ્રી ઉમિયાજી મહિલા બી.એડ કોલેજ ના અધ્યાપકશ્રી નીતાબા જાડેજા એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના શિક્ષણ વિભાગ અંતર્ગત ડો..ધરમભાઈ કાંબલીયા ના માર્ગદર્શન હેઠળ પીએચડી ની પદવી મેળવી છે. જેમાં મહા શોધ નિબંધ ધોરણ ૧૧ કોમર્સના વિદ્યાર્થીઓ માટે વિષય નામાના મૂળતત્વો પર ઈ -કન્ટેન્ટ અને નાટયકરણ કાર્યક્રમની સંરચના અને અસરકારકતા.
શિક્ષણશાષા માં પી.એચ.ડી ની પદવી મેળવવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના શિક્ષણ શાષા વિભાગના ડીન ડો.નીદત્તભાઈ બારોટ, ડો.ધરમભાઈ કાંબલીયા, ડો શ્રદ્ધાબેન બારોટ, ડો.મુકેશભાઈ ટંડેલ, ડો નિધીબેન અગ્રાવત, ઉમિયા પરિવારના ટ્રસ્ટીશ્રીઓ જેરામભાઈ, બી એચ ઘોડાસરા સાહેબ, બી.જી. કાનાણી, સ્કૂલના આચાર્ય વિજયાબેન બોડા તથા સમગ્ર સંસ્થા પરિવાર તેમજ મારા માતા પિતા ,પરિવાર, સમાજ, મિત્ર વર્તુળ, અભિનંદન પાઠવ્યા હતા, નીતાબા જાડેજાએ પીએચ.ડી.ની પદવી ગ્રહણ કરી ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યુ છે.
(3:35 PM IST)










