<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

‘તું તારી અને છોકરીઓની રસોઇ બનાવજે અમે અમારૂ કરી લઇશુ' કહી વિધવા મહિલાને સાસરીયાનો ત્રાસ

ન્‍યુ કોલેજવાડી પાસે રહેતી કિન્નરીબેન સાસુ પુષ્‍પાબેન જોશી, સસરા પ્રવિણચંદ્રભાઇ જોશી, દિયર રવીન્‍દ્ર, અમદાવાદના નણંદ જાનકીબેન અને નણદોયા ધવલભાઇ સામે ફરિયાદ

રાજકોટ તા.૫: ન્‍યુ કોલેજવાડી મેઇન રોડ પર રહેતી વિધવા મહિલાને ઘરકામ તેમજ નજીવી બાબતે મેણાટોણા મારી સાસુ-સસરા સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા મહિલા પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ ન્‍યુ કોલેજવાડી મેઇન રોડ પર અમુલ પાર્લરની બાજુમાં રહેતા કિન્નરીબેન સંજયભાઇ જોષી (ઉ.વ.૪૧)એ મહિલા પોલીસ મથકમાં સાસુ પુષ્‍પાબેન જોષી, સસરા પ્રવિણચંદ્રભાઇ લીલાધરભાઇ જોષી, દિયર રવીન્‍દ્ર જોષી, અમદાવાદમાં રહેતા નણંદ જાનકીબેન જોષી અને નણદોયા ધવલભાઇ પ્રસન્નભાઇ જોષી સામે ફરિયાદ નોંધાવી છે. કિન્નરીબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે, મારા લગ્ન ૨૫ વર્ષ પહેલા સંજય પ્રવિણચંદ્ર જોષી સાથે મારા પિયરમાં મહારાષ્‍ટ્ર ખાતે થયા હતા. આ લગ્નજીવનથી મારે સંતાનમા બે દિકરીઓ છે . મારા લગ્ન બાદ હું મારા પતિ સાથે મારા સાસરીમા મારા સાસુ-સસરા અને દિયર સાથે સંયુક્‍ત પરીવારમા રહેતી હતી અને છેલ્લા ૨૫ વર્ષથી બધા સંયુક્‍ત પરીવારમાં રહીએ છીએ અને આશરે એકાદ વર્ષ પહેલા મારા પતિ સંજયભાઈ પ્રવિણચંદ્ર જોષીનું ગંભીર બિમારીના કારણે અવસાન થયું હતું. બાદ મારા સાસુ-પુષ્‍પાબેન પ્રવિણચંદ્ર જોષી સસરા- પ્રવિણચંદ્ર લીલાધરભાઈ જોષી અને દિયર-રવિન્‍દ્રભાઈ પ્રવિણચંદ્ર જોષી અમો બધા સાથે રહે તા હોય તેઓ મારા પતિના અવસાન બાદ તેઓ અમોને ઘરની નાની-નાની વાતમા ઝગડાઓ કરી શારિરીક-માનસિક ત્રાસ આપવા લાગેલ અને આશરે છએક મહિના પહેલા મેં રસોઈ બનાવેલ હોય તો મારા સાસુ-સસરા એ મેં બનાવેલ ર સોઈ જમેલ નહી અને મને રસોઈ ફેંકી દેવાની વાત કરેલ અને કહેલ કે હવેથી તુ તારી અને તારી છોકરીઓની રસોઈ બનાવજે અમે અમારૂ કરી લઇશુ તેમ મેણાટોણા મારતા હું તથા મારી દીકરીઓની રસોઇ બનાવવા લાગેલ અમે એક મકાનમાં રહીએ છીએ. સાસુ-સસરા અને દિયર મકાનના નીચેના ભાગે રહે છે રસોડુ નીચેના ભાગે છે ત્‍યારથી મારી તથા દિકરીઓની રસોઇ અલગ બનાવવા લાગી હતી. અને નણદ- નણદોયા અવાર-નવાર ઘરે આવતા હોય મારા સાસુ-સસરાને ચડામણી કરતા સાસુ અવાર-નવાર ઝઘડો કરતા હતા. આ ત્રાસથી કંટાળી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એમ.એસ. ત્રિવેદીએ તપાસ હાથધરી હતી.

(3:41 PM IST)