તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 5th June 2025
બરેલી શરીફના હઝરત સૈયદ સબાહત હુસૈન સાહબ રાજકોટમાં
આજે રાત્રે સુભાષનગરમાં ચહેલુમ શરીફમાં વાયેજ શરીફનો કાર્યક્રમ

‘અકિલા'ની મુલાકાત આવેલા બરેલી શરીફના હઝરત સૈયદ સબાહત હૂસેન સાહબ તથા સૈયદ સબાહત હુસૈન સાહેબ (બરેલી શરીફ) up, સૈયદ અહેમદ રઝા સાહેબ, (બલરામ પુર) up, વસીમ ભાઈ માકડા, કાઈઝેન ગ્રુપ, સૈયદ મકસૂદ બાપુ , ફૈઝાન ભાઈ મેમણ (અહેમદાબાદ)
રાજકોટ, તા. પઃ આજે રાત્રે સુભાષનગર માં ખતીબ એ હિન્દુસ્તાન યુવાં દિલો ની ધડકન હુઝૂર અલ્લામા સૈય્યદ સબાહતહુસૈન સાહેબ કિબ્લા ખાસ બરેલી શરીફ થી તશરીફ લાવી જોશીલી તકરીર ફરમાવશે અને પીર એ તરિકત રાહબરે શરિયત મુફ્તી મોહસીન રઝા સાહેબ કિબ્લા ખાસ ધ્રોલ થી તશરીફ લાવી રૂહાની તકરીર ફરમાવશે. બુલબુલ એ બાગ એ મદીના સૈય્યદ હાજી નિઝામુદ્દીન બાપુ હાજર રહી ખાસ સલાતો સલામ પેશ કરશે. આ શાનદાર તકરીર નું આયોજન આજે ઈશા ની નમાજ બાદ રાત્રે ૯.૩૦ વાગ્યે - જો વરસાદ ના હોઈ તો - આમ્રપાલી સિટી સેંટર ની પાછળ ૧૦ સુભાષ નગર રૈયા રોડ અને જો વરસાદ હોઈ તો મસ્જિદ એ હવ્વા - ૩, નહેરુનગર રૈયા રોડ રાજકોટ ખાતે કરવામાં આવેલું છે.
મર્હુમ અબ્દુલવાહીદભાઈ હાજીનૂરમોહમ્મદભાઈ માકડા ( ૧૦, સુભાષ નગર રાજકોટ ) તા. ૩૦ એપ્રિલ ૨૦૨૫ બુધવાર ના રોજ અલ્લાહ પાક ની રહેમત માં પહોંચી ગયેલ છે. તેમની મગફિરત તથા ઇસાલે સવાબ માટે તેમના ચહેલ્લુમ શરીફ ના મૌકા પર ઝિક્ર એ ઉસ્માન ગની રદી અલ્લાહો તઆલા અન્હો નો આ કાર્યક્રમ રાખેલ છે. મર્હુમ ના હક માં દુઆએ એ મગફિરત કરી મર્હુમ ના રૂહ ને સવાબ એ અઝીમ પહોંચાડવા માટે આ શાનદાર તકરીર ના કાર્યક્રમ માં શરીક થવા ખાસ ગુઝારિશ છે..
આ શાનદાર તકરીરનામાં શરીક થવા માટે ની દાવત રાજકોટ ની તમામ ૩૫ થી વધુ મસ્જિદ માં પોસ્ટર લગાવી ને અને જુમ્મા ની નમાઝ માં ખાસ એલાન કરી ને આપવા માં આવી છે. અને બધી મસ્જિદ ના ઇમામ સાહબ ને ખાસ હાજરી આપવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ આયોજન ને સફળ બનાવવા માટે હાજી બરકતશાહ બાપુ ના માર્ગદર્શન હેઠળ સૈય્યદ સિકંદર બાપુ, સૈય્યદ વજીર અલી બાપુ,સૈય્યદ નૂરમોહમ્મદ કાદરી ( દાદાબાપુ ), સૈય્યદ મક્સુદ બાપુ કાદરી તેમજ યુસુફભાઇ માકડા હાજીભાઇ માકડા, અસ્લમભાઇ માકડા, જાફરભાઈ માકડા, અફઝલભાઈ માકડા, દાનિશભાઈ માકડા , રબાઝભાઈ માકડા, ઇમરાન ભાઈ બાવાની, ઇમરાન ભાઈ રાણાની અને વસીમભાઇ માકડા જહેમત ઉઠાવી રહ્યા છે.
અત્રે ઍ ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મર્હુમ અબ્દુલવાહીદભાઈ હાજીનૂરમોહમ્મદભાઈ માકડા ના દસવી શરીફ ના ફાતેહા નિમિતે સૈય્યદ સલીમ બાપુ ઍ ખાસ જામનગર થી આવી જોશીલી તકરીર ફરમાવી હતી અને હવ્વા મસ્જિદ માં જુમ્મા ની નમાઝ પઢાવી હતી તેમજ વીસમી શરીફ ના ફાતેહા માં શાનદાર ઝિક્ર શરીફ અને ખતમ ઍ ગૌસુલ વરા અને મહિના ના ફાતેહા માં શાનદાર ઝિક્ર શરીફ અને ખતમ ઍ ખવાજગા નું આયોજન કરવામાં આવેલ હતું.
(3:50 PM IST)










