<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમ દ્વારા કાલે નવી ટર્મનો ઇન્‍સ્‍ટોલેશન સમારોહ

 

રાજકોટ તા. ૬ : છેલ્લા ચાર વર્ષથી સામાજીક કાર્યમાં પ્રવૃત્ત રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમ દ્વારા કાલે તા. ૭ ના નવી ટર્મનું ઇન્‍સ્‍ટોલેશન ફીનીકસ રીસોર્ટ ખાતે  જાણીતા મોટીવેશનલ સ્‍પીકર જય વસાવડાની ઉપસ્‍થિતીમાં રાખેલ છે.

પ્રેસીડેન્‍ટ રો.કમલેશ કાનાબાર, સેક્રેટરી રો.જેનીશ પડીયા, નવી ટર્મના પ્રેસીડેન્‍ટ રો.નીહાર ચંદારાણા, સેક્રેટરી રો.મેહુલ પરમાર ફરજ નિમાવશે.

રોટરી કલબ ઓફ રાજકોટ શૈક્ષણિક, સામાજીક અને બાળકોના વિકાસ માટે કામ કરે છે. સાથે સમયાંતરે સીવીલ હોસ્‍પિટલમાં બ્‍લડ સ્‍ટોરેજ માટે બ્‍લડ ડોનેશન કેમ્‍પના પણ આયોજનો કરે છે. વુમન એમ્‍પ્‍લોયમેન્‍ટ, વોટર કન્‍વર્ઝેશન, પાણી બચાવો, એક પેડ મા કે નામ જેવા કાર્યક્રમો પણ આ સંસ્‍થા કરે છે. તેમ ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સંસ્‍થાના આગેવાનોએ જણાવ્‍યુ હતુ. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:54 PM IST)