<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

ન્‍યારી-૧ ડેમના રેડીયલ ગેઇટ તથા મશીનરીની સર્વિસિંગ-રીપેરીંગ

ચોમાસા પહેલા મનપાની કામગીરી

રાજકોટ તા. ૬: મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્‍ટ યુનીટ-ન્‍યારી ઝોન(ઈલે.-મીકે. વિભાગ) દ્વારા તાજેતરમાં પ્રી-મોનસુન કામગીરી અંતર્ગત ન્‍યારી-૧ ડેમ સાઈટ પર કાર્યરત ડેમના રેડીયલ ગેઇટ તથા તેને સંલગ્ન મશીનરીનીની સર્વિસિંગ-રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

ચોમાસાની ઋતુ દરમ્‍યાન વરસાદી પાણીની આવકના કારણે અથવા કોઈ પણ ઈમરજન્‍સી સમયે જો ડેમના ગેઇટ ખોલવાના સંજોગો ઉપસ્‍થિત થાય ત્‍યારે કોઈ ટેકનીકલ ખામી ન સર્જાય તે હેતુથી તમામ ૧૧ નંગ રેડીયલ ગેઇટને ખોલી તથા બંધ કરી ર્વકિંગ ચેક કરેલ, ગેઇટ ઓપરેટીંગની તમામ મશીનરીમાંથી જુનું ઓઈલ તથા ગ્રીસ દુર કરી જરૂરી લુબ્રીકેશન કરેલ, પેનલનું ટેસ્‍ટીંગ કરેલ, સ્‍થળ પર પાવર બંધ થવાના સંજોગોમાં વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા તરીકે રાખેલ ડીઝલ જનરેટર સેટની સર્વિસ તથા ર્વકિંગ ચેક કરવામાં આવેલ તથા દરેક મશીનરીનું ર્વકિંગ ચેક કરેલ.

આ સમગ્ર કામગીરી એડી.સીટી એન્‍જીનીયર (ઇ.ચા.)  કે.પી.દેથરીયાના માર્ગદર્શન હેઠળ ડેપ્‍યુટી એકઝીકયુટીવ એન્‍જીનીયર (ઈલે.)  જે.એ.ઝાલાના સુપરવિઝનમાં, આસી. એન્‍જીનીયર  એમ. એમ. ભટ્ટ, તથા એડી.આસી. એન્‍જી.  એસ. પી. બામણીયા વર્ક.આસી.  આશિષ નલીયાપરા તથા શ્રી મયુરભાઈ બાબરિયા સહિતની ટેકનીકલ ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.

(4:08 PM IST)