<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

સમસ્‍ત ચોવટીયા-ગમઢા પરિવારનું રવિવારે સ્‍નેહ મિલન

વિદ્યાર્થીઓ અને પ્રતિભાઓનું સન્‍માન કરાશે : પરિવારની મોબાઇલ એપ્‍લીકેશનનું લોન્‍ચીંગ

રાજકોટ તા. ૬ : જુદા જુદા ગામોમાંથી રાજકોટ શહેરમાં આવીને વસતા ચોવટીયા તથા ગમઢા પરિવારના સભ્‍યોનું પ્રથમ વાર્ષિક સ્‍નેહમિલન તા. ૮ ના રવિવારે સાંજે ૪.૩૦ વાગ્‍યે સમન્‍વય પાર્ટી પ્‍લોટ, કણકોટ રોડ, ઇસ્‍કોન મંદિર સામે, રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્‍યુ હતુ કે ચોવટીયા - ગમઢા પરિવારના સભ્‍યો વચ્‍ચે સ્‍નેહ વધે અને બાળકોમાં સંસ્‍કારનો માહોલ સર્જાય તે હેતુથી આ આયોજન કરાયુ છે.

રવિવાર તા. ૮ ના સાંજે પ વાગ્‍યે સમારોહનો પ્રારંભ કરાશે. પ.૩૦ વાગ્‍યે  દીપપ્રાગટય અને સાંજે ૬.૩૦ વાગ્‍યે દાતાઓનું સન્‍માન તેમજ રાત્રે ૮.૩૦ વાગ્‍યાથી ભોજન સમારોહ યોજાશે.

સમારોહના મુખ્‍ય અતિથિ તરીકે જેતપુર - જામકંડોરણાના ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયા તેમજ બાળ વકતા કુ. હરીયાળી ચોવટીયા ઉપસ્‍થિત રહેશે.

વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ, પરિવારના દાતાઓનું અભિવાદન, સનદી અધિકારી તેમજ વિવિધ ક્ષેત્રે પ્રતિભાશાળી સ્‍થાન મેળવનાર સભ્‍યોનું સન્‍માન, વ્‍યવસાયકારોને પ્રોત્‍સાહીત કરાશે.

આ તકે ચોવટીયા ગમઢા પરિવારની મોબાઇલ એપ્‍લીકેશનનું લોન્‍ચીંગ કરાશે. રાજકોટ શહેર તેમજ આસપાસ રહેતા તમામ ચોવટીયા ગમઢા પરિવારજનોએ ઉપસ્‍થિત રહેવા જાહેર અનુરોધ કરાયો છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા સમસ્‍ત ચોવટીયા (ગમઢા) પરિવાર શહેર સમિતિના કૌશિકભાઇ, રવિભાઇ, દીપકભાઇ, હસમુખભાઇ, પંકજભાઇ, હિતેશભાઇ, મુકેશભાઇ, હરેશભાઇ, જયેશભાઇ, ભગવાનજીભાઇ, અશ્વિનભાઇ, દર્શિતભાઇ, આશિષભાઇ, કલ્‍પેશભાઇ, ભૂમિશભાઇ, હિતેશભાઇ, જયદીપભાઇ, ઋત્‍વિકભાઇ, આકાશભાઇ તેમજ કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં  ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ આયોજનની વિગતો વર્ણવતા ચોવટીયા ગમઢા પરિવાર શહેર સમિતિના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(3:05 PM IST)