તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
નટેશ્વર મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે મહાયજ્ઞઃ ધર્મઘ્વજનું સ્થાપન

રાજકોટઃ નટેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવજીના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે શેઠ હાઇસ્કુલ ખાતે આજથી મહાયજ્ઞ તેમજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ રાજકોટ સૌરાષ્ટ્રના સુવિખ્યાત પ.પૂ. આચાર્ય શાષાી શ્રી હર્ષદભાઈ જે. જોશી તથા પ.પૂ. ઉપાચાર્યશ્રી કિરીટભાઈ ભટ્ટ દ્વારા ધામધૂમ પૂર્વક વૈદિક મંત્રોચ્ચાર કરી ને મહાદેવજીને આહવાન કરીને મૂર્તિઓનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો આજથી પ્રારંભ કરવામાં આવેલ છે. નટેશ્વર મહાદેવ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે સંતો મહંતો ના હસ્તે ધર્મ ધ્વજારોહણ ના અવસર પર શ્રીહસુગીરીબાપુ ભગવા ગળપ અધ્યક્ષ , શ્રીસોમગીરી બાપુ, શ્રીભીખનગીરી બાપુ, શ્રીરતીગીરી બાપુ, શ્રીવિલાસગીરી બાપુ, શ્રી હર્શદગીરી બાપુ, શ્રી નારણગીરી બાપુ, શ્રી ભરતગીરી બાપુ સહિતના રાજકોટ- સૌરાષ્ટ્ર ભરમાંથી સંતો ઉપસ્થિત રહી ધર્મ ધ્વજાની સ્થાપન કર્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા ના વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજ વંદન કરવામાં આવેલ, ઉપસ્થિત ભક્તજનો એ રાષ્ટ્ર ગીત ગાઈ સલામી આપી હતી, આ તકે યોગીનભાઈ છનીયારા, હસુભાઈ, ગીરીશભાઇ પરમાર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ધર્મ અને રાષ્ટ્ર પ્રેમ ઉજાગર કરેલ. નટેશ્વર મહાદેવની મંદિર ની મુલાકાત ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા, રાજકોટ ના પૂર્વ ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ, ભુપત તલાટીયા, યોગીન છનીયારા, બિલ્ડર હિતેશભાઈ રાઠોડ, જયેશ કોઠારી ખાસ ઉપસ્થિત રહી મંદિર નિર્માણ ની ઝીણવટભરી માહિતી મેળવીને મહાદેવજી ને પૂજા અર્ચના કરી હતી. આયોજક મનોજભાઈ મારુ, સુરૂભા જાડેજા, રશ્મિન કાચા, કૌશિક ટાંક,હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન રાજકોટ વિભાગ સંયોજક, ધર્મ જાગરણ પ્રમુખ રમેશભાઈ શીગાળા, જીગ્નેશ રામાવત, નટેશ્વર મહાદેવ મંદિર ના મીડિયા કો-ઓર્ડીનેટર અરૂણભાઈ નિર્મળ, નટેશ્વર મહાદેવ મંદિર ના મીડિયા કો-ઓર્ડીનેટર રાજુભાઇ જુન્જા, હિતેશભાઈ રાઠોડ, જયેશ કોઠારી, અમન કાચા, વીરભદ્રસિંહ જાડેજા, ચેતન સોલંકી, સંદીપભાઈ પટેલ; સાગરભાઇ રાઠોડ; રવિભાઈ રાઠોડ; ગોવિંદપરી ગોસ્વામી; દિનેશભાઈ પટેલ; નરેન્દ્રસિંહ જાડેજા; મહેન્દ્રસિંહ ધોરેચા; દિપકભાઈ રાઠોડ; હર્ષિતભાઈ રાઠોડ; પ્રવીણભાઈ પેન્ટર; સુરેશભાઈ ડોડીયા; રવિરાજસિંહ જાડેજા; રતિલાલભાઈ મહેતા; દિલીપભાઈ જોશી; ધનરાજસિંહ જાડેજા સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
(3:37 PM IST)










