તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
દેશ-વિદેશમાં અભ્યાસ કરવા ઇચ્છુક છો ? શિષ્યવૃતિ હાજરઃ કરો અરજી
સ્નાતકનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઅો તથા બી.ઍસ.સી., બી.ટેક. અથવા તો ઍમ.બી.બી.ઍસ. કરતી વિદ્યાર્થીનીઅો માટે સ્કોલરશીપ ઉપલબ્ધ €ઍસ.ટી. કેટેગરીના માસ્ટર્સ, પી.ઍચ.ડી. અને પોસ્ટ ડોકટરલ ડીગ્રી ધારક વિદ્યાર્થીઓ માટે ફોરેનની સંસ્થાઓમાં અભ્યાસની તક

રાજકોટ, તા. ૬: જ્ઞાન, માહિતી, ઉચ્ચ શિક્ષણ તથા ટેકનોલોજીના આજના યુગમાં યુવાધન જીવનોપયોગી શિક્ષણ મેળવીને સોનેરી ભવિષ્યનું નિર્માણ કરવા સતત આતુર હોય છે. હાલમાં દેશ-વિદેશમાં પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં શિક્ષણ મેળવવા માટે વિવિધ સંસથાઓ દ્વારા સ્કોલરશીપ મળી રહી છે, જેની ઉપર એક નજર કરીએ તો ગુરૂરાયરૂ ફાઉન્ડેશન સ્કોલરશીપ ર૦રપ-ર૬ અંતર્ગત ગુરૂરાયરૂ ફાઉન્ડેશન દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં પુર્વસ્નાતક (U.G.) માં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી રહી છે. આ શિષ્યવૃતિનો ઉદેશ્ય તમામ જાતિ અને કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ સ્કોલરશીપના માધ્યમથી તેજસ્વી વિદ્યાર્થીઓને ગુણવતાપૂર્ણ શિક્ષણની વ્યવસ્થા સુનિヘતિ કરવાનો છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને પસંદગીના અભ્યાસક્રમ (કોર્ષ) માટે શિક્ષણ ફી માટે પૂર્ણ શિષ્યવૃતિ આપવામાં આવશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. ૩૦-૬-રપ છે.
અરજી કરવા માટેની પાત્રતા
અરજી કરવા સમયે રર વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ભારતીય નાગરિકો અરજીપાત્ર છે. અરજી કરનાર વિદ્યાર્થીઓએ કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાં શૈક્ષણિક વર્ષ ર૦રપ-ર૬ માટે સ્નાતક (U.G.) અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હોવો જોઇએ. અરજી કરનાર વિદ્યાર્થીઓ જરૂરી સહાયક દસ્તાવેજો સાથે મજબુત શૈક્ષણિક ઉપલબ્ધિઓનું પ્રદર્શન કરવા માટે સક્ષમ હોવા જોઇએ તથા અરજદારોની કુલ પારિવારિક વાર્ષિક આવક ૬ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ.
-અરજી કરવા માટેની લીંક
www.b4s.in/akila/grfs1
* ડો.રેડીઝ ફાઉન્ડેશન સશકત સ્કોલરશીપ ૨૦૨૫, ડો.રેડીઝ ફાઉન્ડેશન (NGO) અંતર્ગત ધોરણ ૧૨ પાસ ભારતીય મહિલા વિદ્યાર્થીનીઓને પસંદગીની સંસ્થાઓમાં નેચરલ/ પ્યોર સાયન્સ(શુધ્ધ વિજ્ઞાન)માં બી.એસ.સી., બી.ટેક. અથવા એમ.બી.બી.એસ. ડીગ્રીમાં અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. પસંદ થનાર વિદ્યાર્થીનીઓને ત્રણ વર્ષના શિક્ષણ દરમ્યાન દર વર્ષે ૮૦ હજાર રૂપિયાની સ્કોલરશીપ મળશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦-૧૦-૨૦૨૫ છે.
- અરજી કરવા માટેની પાત્રતા
તેજસ્વી શેૈક્ષણિક રેકોર્ડ (કારકિર્દી) ધરાવતી ધોરણ ૧૨ પાસ ભારતીય વિદ્યાર્થીનીઓ કે જેઓ ભારતની પસંદગીની સંસ્થાઓમાં નેચરલ/પ્યોર સાયન્સમાં બી.ટેક, એમ.બી. બી.એસ. અથવા બી.એસ.સી. કરવા માટે ઇચ્છુક હોય તેઓ અરજીપાત્ર છે.
- અરજી કરવા માટેની લીંક
www.b4s.in/akila/rfts4
* નેશનલ ઓવરસીઝ સ્કોલરશીપ સ્કીમ ફોર એસ.ટી. સ્ટુડન્ટસ ૨૦૨૫-૨૬ અંતર્ગત જનજાતીય કાર્ય મંત્રાલય, ભારત સરકાર દ્વારા માસ્ટર્સ, પી.એચ.ડી. તથા પોસ્ટ ડોકટરલ ડીગ્રી ધારકો માટે તક આપવામાં આવી રહી છે. આ શિષ્યવૃતિનો ઉદેશ્ય એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ વિદેશની સંસ્થાઓ અથવા યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે સહયોગ આપવાનો છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને વાર્ષિક ૧પ હજાર ચારસો યુ. એસ. ડોલર (૧ યુએસ ડોલર = અંદાજે ૮પ રૂપિયા) તથા અન્ય લાભો મળવાપાત્ર થશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦-૬-ર૦રપ છે.
- અરજી કરવા માટેની પાત્રતા
અનુસુચિત જનજાતિ (ST) કેટેગરીના માસ્ટર્સ, પી.એચ.ડી. અથવા પોસ્ટ ડોકટરલ ડીગ્રી ધારકો અરજીપાત્ર છે. વિદ્યાર્થીઓએ છેલ્લી શૈક્ષણિક - યોગ્યતા પરીક્ષામાં પપ ટકા, અથવા તેની સમક્ષક ગુણ મેળવેલ હોવા જરૂરી છે. સાથે સાથે નિયમ મુજબ સંબંધિત માપદંડો પૂર્ણ કરવા અનિવાર્ય છે તથા તેઓની ૬ લાખ રૂપિયાથી ઓછી હોવી જરૂરી છે.
- અરજી કરવા માટેની લીંક
www.b4s.in/akila/nosfy1
ઉચ્ચ શિક્ષણ સાથે ઉજજવળ કારકિર્દીનું નિર્માણ કરવા અર્થે સમાજોપયોગી શિષ્યવૃતિ હાલમાં ઉપલબ્ધ છે. ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મ વિશ્વાસ, હકારાત્મક અભિગામ સમાજ માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ. (૬.૧૪)
સ્માઇલીંગ સ્ટાર એડવાઇઝરી પ્રા.લી.
www.buddy 4 study.com
(3:46 PM IST)










