તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
શાપર-વેરાવળ એસો. દ્વારા વિશ્વ પર્યાવરણ દિન સંદર્ભે પ હજાર વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક

રાજકોટઃ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસન ઉજવણી અંતર્ગત એક પેડ માં કે નામ અભિયાન હેઠળ આનંદીઆશ્રમ શાપર(વેરાવળ)ખાતે એસોસિયેશન ના ચેરમેન અને ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળાના હસ્તે ૧૧૧ વળક્ષોનુ વળક્ષારોપણ કરી શુભારંભ કરવામાં આવેલ તેમજ ૫ હાજર વળક્ષો શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં વાવવાનો લક્ષ્યાંક નક્કી કરેલ છે. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા મામલતદારશ્રી ગુમાનસિંહ જાડેજા કોટડા-સાંગાણી સરપંચ જયેશભાઈ કાકડિયા એસોસિયેશનના પ્રમુખ અમળતભાઈ ગઢિયા દિલીપભાઈ ઝાલાવડીયા અશ્વિનભાઈ વસાણી રતિભાઈ સાદરીયા, રસિકભાઈ સુરેજા, કારોબારી સભ્યો અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ આનંદી આશ્રમ સ્વયંસેવકગણ હાજર રહી પર્યાવરણ જાળવણી કાર્યક્રમમાં સહભાગી બનેલ હતા
(3:48 PM IST)










