તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
ર૯ મીએ માઇલ સ્ટોન મ્યુઝીકલ જર્ની કાર્યક્રમ
ગઝલ કા સ્વાદ મેશહય કા ધમાકા : સોનપાલ દંપતિ દ્વારા લાઇવ સંગીત કાર્યક્રમનું આયોજનઃ ગાયકો ડો. પાયલ વખારીયા, મનદીપ, દેવર્શીષ અને આશિત સોનપાલઃ ટિકિટ બુકીંગ શરૂ

રાજકોટઃ પ્રખ્યાત ધારાશાસ્ત્રી નોટરી દંપતી શ્રી આસિત સોનપાલ તથા મીનલ સોનપાલ દ્વારા ચાલતા સપ્તસુર ગ્રુપ બેનર હેઠળ એ ખૂબ સુંદર લાઇવ સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે .
આ કાર્યક્રમમાં લેજેન્ડરી સિંગર્સ મહમદ રફી સાહેબ કિશોરકુમાર, લતા મંગેશકર, આશાજી, મહેન્દ્ર કપૂર જી,ના યાદગાર ગીતોની સજાવટ કરશે ગુજરાત તેમજ ભારત સાથે અન્ય દેશોમાં પોતાની આગવી કલાના કામણગારી કંઠ જેમણે પાથર્યા છે તેવા ડોક્ટર પાયલ વખારિયા જેઓ અમદાવાદથી આવશે અને તેમની સાથે યાદોની મહેફિલ માં રંગ ઉમેરવા અમદાવાદથી મનદીપ દેવર્ષિશ જેવો એ સંગીત વિદ્યા ને ગ્રહણ કરીને પોતાના કંઠને પીરસમાં આવી રહ્યા છે અને રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે આ બંને કલાકારો ધૂમ મચાવશે.અને સાથે જેવો એ સંગીતને આત્મસાત કરેલ છે અને જેઓને કીબોર્ડ, ગિટાર, માઉથ ઓર્ગન, ફ્લૂટ જેવા વાજિંત્રોનું આવવું જ્ઞાન સુરાગ રાગ રાગીની ના જાણકાર રાજકોટના પ્રખ્યાત ધારાશાસ્ત્રી નોટરી શ્રી આશિત સોનપાલ પોતાનું કંઠ પીરસશે.આ કાર્યક્રમનું મંચ સંચાલન પોતાની આગવી શૈલીમાં એડવોકેટ નોટરી મીનલ સોનપાલ કરશે. આ કાર્યક્રમમાં મ્યુઝિક રાજકોટના જાણીતા તેમજ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ શ્રી તુષાર ગોસાઈ તથા તેમની ટીમ કરશે.કાર્યક્રમમાં પેરામાઉન્ટ સાઉન્ડ શ્રી સુનિલભાઈ પટેલ તેમજ કાર્યક્રમમાં મંચ સજ્જા હિરેનભાઈ ગોસ્વામી કરશે કાર્યક્રમની વિડીયોગ્રાફી શ્રી ચેતનભાઇ પોપટ સદગુરુ વિઝન સંભાળશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સિનિયર ધારા શાષાી શ્રી પંકજભાઈ આર દેસાઈ, કમિટી મેમ્બર શ્રી ગિરધરભાઈ ઠુંમર, શ્રી મહેન્દ્રભાઈ ભીંડે, ઉમાબેન ભીંડે, શોભનાબેન ઠુંમર, ખાદી ભવનના જનરલ મેનેજર શ્રી જીતુભાઈ શુક્લ, સ્માઈલ પરિવાર ના શ્રી સુનિલભાઈ શાહ, પ્રશાંત ચોકસી મેમોરિયલ ટ્રસ્ટ ના શ્રી હિતેશભાઈ ચોકસી, શ્રી મનોજભાઈ સોની, શ્રી જયેશભાઈ વ્યાસ જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કાર્યક્રમને સુંદરતા વધારવા કાર્યક્રમના સ્પોન્સર્સ તેમજ શુભેચ્છક ડિવાઇન સિટી, વિરાજ ડેવલોપર્સ કોઠારીયા,કસ્તુરી ફૂડ, પ્રભુ સ્નેહ, અદાણી બ્રધર્સ, પ્રિન્સેસ સ્કૂલ વિગેરેનો સાથ સહકાર મળેલ છે.
કાર્યક્રમ ૨૯ જૂન રવિવારના રોજ હેમુ ગઢવી હોલ ખાતે સમય ૯:૧૫ કાર્યક્રમને માણવા માટે તથા ગ્રુપ બુકિંગ માટે ૯૯૭૯૦ ૩૫૮૬૮ નંબર પર સંપર્ક કરવો ઓફિસ - ૧૦૨ આદિત્ય સેન્ટર ફૂલ છાપ ચોક ખાતે સાંજે ૬ થી ૮ દરમિયાન સંપર્ક કરવો.
(3:54 PM IST)










