News of Saturday, 7th June 2025
ભીમ અગિયારસે જુગારનો ખેલ મોંઘો પડયો રાજકોટ જીલ્લામાં પ દરોડામાં ૩૩ પકડાયા
ગોંડલમાં દેરડીમાં ૯, વાછરા ગામે ૬, દાળીયા ગામે પ, ધોરાજીના ઝાંઝમેર ગામે ૬ અને જેતપુરના ડેડરવા ગામે પતા ટીંચતા ૭ ઝડપાયા

રાજકોટ તા.૭: રાજકોટ જીલ્લામાં ભીમ અગિયારસે જુગારની મોૈસમ ખીલી હોય તેમ અલગ-અલગ પાંચ દરોડામાં ૩૩ પતાપ્રેમી પોલીસની ઝપટે ચડી ગયા હતા.
પ્રથમ દરોડામાં સુલતાનપુર પોલીસે દેરડી માં જુની સહકારી મંડળી વાળી શેરીમાં જાહેર માં જુગાર રમી રહેલા રોનક રસીકભાઇ ગોળ, તરલ ભાવેશભાઈ સખીયા, રોનક હરીભાઇ મોણપરા, ભૌતિક લાલજીભાઈ કાથરોટીયા, સંદીપ જયસુખભાઇ પરમાર, મયુર કનુભાઈ મકવાણા, રાજ મગનભાઈ સખીયા, દિવ્યેશ રમેશભાઈ ડોડીયા તથા જય અનિલભાઈ ડોડીયાને રોકડ રુ.૩૭,૪૨૦ સાથે જડપી લઇ કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં તાલુકા પોલીસે વાછરા ગામમાં નદી કાંઠે પીરની દરગાહ પાસે જુગાર રમી રહેલા જેન્તી ગોપાલભાઈ મકવાણા, પ્રકાશ પ્રવિણભાઈ મકવાણા,રાજેશ મનજીભાઈ સોલંકી,વિક્રમ ઘુસાભાઇ ગમારા,મહેશ ગેલાભાઇ મકવાણા તથા અલ્પેશ લક્ષ્મણભાઈ મકવાણાને રોકડ રુ.૧૧૦૧૦ સાથે જડપી લીધા હતા.
ત્રીજા દરોડામાં ગોંડલ તાલુકા પોલીસે દાળીયા ગામે શેરીમાં જુગાર રમી રહેલા રાકેશ ધીરુભાઈ મકવાણા, અヘીન વેલજીભાઇ મકવાણા, ચિરાગ ધીરુભાઈ મકવાણા, સંદીપ હરસુખભાઇ મકવાણા તથા વિજય બાબુભાઇ ગુજરાતીને રેકડ રુ.૧૨,૦૬૦ સાથે જડપી લઇ કાર્યવાહી કરી હતી.
ચોથા દરોડામાં ધોરાજી તાલુકા પોલીસે ઝાંઝમેર ગામ સનાળા રોડ સીમમાં સુર્યકાંત ઉર્ફે સુરેશ બાબુભાઇ વાછાણીની વાડીએ ઓરડીમાં રેઇડ કરી જુગાર રમતા (૧) સુર્યકાંત ઉર્ફે સુરેશભાઇ બાબુભાઇ વાછાણી ધંધો.ખેતી, (ર) કૃષ્ણકાંત ઉર્ફે કેતનભાઇ વલ્લભભાઇ પાદરીયા ધંધો-ખેતી, (૩) અનોપસિંહ ઉર્ફે અનીલભાઇ ભીખુભા ચુડાસમા ધંધો.ખેતી, (૪) દામજી કાનજીભાઇ ઘેટીયા ધંધો.ખેતી, (પ) દામજી રામજીભાઇ વાછાણી ધંધો.ખેતી તથા (૬) ધીરૂ બાબુભાઇ આલોદરીયા ધંધો.ખેતી રહે. તમામ ઝાંઝરીયા ગામને રોકડા રૂ.૩૩,૧૫૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
પાંચમાં દરોડામાં જેતપુર તાલુકા પોલીસ દીપકભાઈ રાઠોડ, મનસુખભાઈ રંગપરા, સુમિતભાઈ પરમાર નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલ તે દરમિયાન બાતમી મળેલ કે ડેડરવા ગામે આવેલ બીજલ વાઘાભાઈ મૂળિયાના ખેતરની બાજુમાં જુગાર રમાતો હોય પોલીસે બાતમી વાળી જગ્યા પર રેડ કરી જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા બીજલ વાઘાભાઈ મૂળિયા, પ્રફુલ કરસનભાઈ મકવાણા, ચકુ ગાંડુભાઈ મકવાણા, કેશવ નાનજીભાઈ મોરબીયા, ભૂરા જીવરાજભાઈ ઠાકોર, વિનુ ભુરાભાઈ ઠાકોર, ગોકુળ નાનજીભાઈ મોરબિયા (રહે તમામ ડેડરવા) ને રોકડ રૂ. ૨૮૦૦/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ.
(11:31 AM IST)










