તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
રિક્ષાચાલક પ્રકાશ પર માધાપર ચોકડીએ નવાબનો પાઇપથી હુમલો
તારે હોસ્પિટલ ચોકમાંથી મુસાફર ભરવા નહિ...

રાજકોટ તા. ૭: માધાપરના આંબેડકરનગર-૧માં રહેતો રિક્ષાચાલક યુવાન પ્રકાશ રમેશભાઇ વાઘેલા (ઉ.વ.૩૬) સાંજે સાડા સાતેક વાગ્યે માધાપર ચોકડીએ હતો ત્યારે અન્ય રિક્ષાચાલક નવાબ અને અજાણ્યાએ ઝઘડો કરી પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી.
પ્રકાશના કહેવા મુજબ પોતે સિવિલ હોસ્પિટલ ચોકથી માધાપર ચોકડી સુધી રિક્ષાના ફેરા કરે છે. નવાબ સહિતના પણ હોસ્પિટલ ચોકમાં રિક્ષા ઉભી રાખે છે. તેણે મને હોસ્પિટલ ચોકમાંથી મુસાફરો ભરવાની ના પાડી ઝઘડો કર્યો હતો. બાદમાં માધાપર ચોકડીએ આવી હુમલો કર્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે
(2:31 PM IST)










