<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

પિરામિડ પબ્‍લિકેશન અને ૐ દાદા ફાઉન્‍ડેશન દ્વારા પુસ્‍તક ‘આરોગ્‍ય શક્‍તિ'નું વિમોચન

 

પિરામિડ પબ્‍લિકેશન અને ૐદાદા ફાઉન્‍ડેશનના સંયુકત ઉપક્રમે ‘આરોગ્‍ય શક્‍તિ' પુસ્‍તકનો વિમોચન સમારોહ યોજવામાં આવ્‍યો હતો. ૐ દાદાનો દરબાર દર ગુરૂવારે રાત્રે ૯ વાગ્‍યે યોજવામાં આવેલ છે. જેમાં લોકોની સમસ્‍યાનું નિવારણ આધ્‍યાત્‍મીક રીતે કરવામાં આવે છે. આ દરબારમાં જ પુસ્‍તકનું વિમોચન ૐ દાદાના હસ્‍તે કરાયુ હતુ. આ પ્રસંગે ૐ દાદા ફાઉન્‍ડેશનના પ્રમુખ મુરલીભાઇ દવે (ડાયરેકટર નાગરિક બેંક), મંત્રી જગદીશભાઇ કોઠારી (જૈન સમાજ અગ્રણી), ખજાનચી સી.એ. મિતેશભાઇ દોશી, જૈન અગ્રણી અને વકીલ હર્ષિલભાઇ શાહ, ભરતભાઇ મેહતા, ડેનિશભાઇ દોશી, ડો. શ્‍યામસુંદર છાંટબાર, આરોગ્‍ય નિષ્‍ણાંત  અને સામાજીક અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. પ્રાર્થનાથી કાર્યક્રમનો પ્રારંભ કરાયા બાદ પિરામિડ પબ્‍લિકેશનના સંચાલક અને લેખક વિપુલભાઇ પરમારનું ૐ દાદાના હસ્‍તે શાલ, ખેસ અને સિધ્‍ધ ૐ ભેટ આપી સન્‍માન કરાયુ હતુ. સાથે પિરામિડના સભ્‍યો ડો. મહેશ ચાવડા, રાજ જગતસિંહ, નીખીલ ભાવસાર, પ્રકાશભાઇ, અરવિંદભાઇ, શ્રીમતી કોમલ પરમાર, શ્રીમતી ધર્મિષ્‍ઠા ગોહેલને પણ ખેસ અને સિધ્‍ધ કરેલ ૐ ભેટ આપી આશીર્વાદ અપાયા હતા. પ્રતિભાવરૂપે વિપુલભાઇ પરમારે પણ ૐ દાદાને શાલ, પુસ્‍તકો તેમજ શાંતિનું પ્રતિક આપી સન્‍માન કરેલ. ‘આરોગ્‍ય શક્‍તિ' પુસ્‍કમાં તજજ્ઞ ડોકટરોએ લખેલ લેખો, આયુર્વેદિક ઉપચારો, પોષણ સંબંધિત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્‍યુ છે. તેમ પિરામિડ પબ્‍લીકેશન (મો.૯૮૯૮૩ ૫૬૫૭૩)ની યાદીમાં જણાવાયુ છે.

(2:34 PM IST)