તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
બકરી ઇદઃ૨૦૦૦ પોલીસ ધાડા, અર્ધ લશ્કરી દળ, ડોગ સ્કોડ સાથે વડોદરાની શેરીએ શેરીમાં પોલીસ કમિશનરની નિશ્રામાં ઉતરી પડતા અનેકવિધ ચર્ચાઓ
વાયરલ ન્યૂઝઃ કોઈ અફવા કાને ન ધરતાઃ ભૂતકાળ માફક કોઈ ડાભૂરિયા તત્વો શાંતિ ન ડોહળે તે માટેની આ કવાયત ચાલી રહી છે. સીપી નરસિંહમા કોમાર સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા. ૭: આજે બકરીઈદ અંતર્ગત ૨૦૦૦ જેટલા પોલીસ દળ, અર્ધ લશ્કરી દળ સાથે કાલે જબ્બરજસત ફૂટ પેટ્રોલિંગ બાદ સવારે ૬ વાગ્યાથી કોમી સંવેદના માટે જાણીતો વડોદરા શહેરમાં ઉતરી પાડતા વિવિધ ચર્ચાઓ અને અફવાનો દોર શરૂ થયો છે.
રાજ્યભરમાં આજ વહેલી સવારથી વાયરલ થયેલ અહેવાલ અંતર્ગત વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમારનો કોન્ટેક્ટ કરતાં અકિલા સાથેની વાતચીતમાં લોકોને કોઈ અફવા ન માનવા અપીલ કરી છે.
અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં પોલીસ કમિશનરે જણાવેલ કે રાજ્યના લો એન્ડ ઓર્ડર હેડ તરીકેના કાર્યકાળ અને રાજ્યના દરેક શહેરો અને તેનો ઇતિહાસ, સામાજિક બેક ગ્રાઉન્ડ, લોકોનો સ્વભાવ એને કેટલાક ગણ્યા ગાંઠયા લોકો કે જેમને આ સંસ્કળતિ નગરીની શાંતિ પચતી નથી તેવા તત્ત્વો વડોદરા શહેરના મોટાભાગના શાંતિ પ્રિય લોકો અશાંત ન બને તે માટે આખી કવાયત છે.
નરસિંહમા કોમારે જણાવેલ કે પોતે જાતે તથા એડી.પોલીસ કમિશનર લીના પાટીલ સહિતના સિનિયર અધિકારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું છે. અમે શહેરના ૪ ઝોન પાડી સિનિયર અધિકારીઓને જવાબદારી સુપ્રત કરી તેમના માર્ગદર્શનમાં ફૂટ પેટ્રોલિંગ યોજી લોકોને સલામતીનો અહેસાસ કરાવેલ છે.ડોગ સ્કોડ દ્વારા વિવિધ સ્થળોની શંકાસ્પદ સ્થળોનુ ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવે છે.
(2:36 PM IST)










