તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
પ્રોજેક્ટ ‘‘લાઈફ''ની મુલાકાત લેતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ ‘‘લાઈફ''ની આરોગ્ય, શિક્ષણ સહિતની સેવાકીય પ્રવળત્તિને બિરદાવી

રાજકોટ : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તેમની રાજકોટ મુલાકાત દરમિયાન રેસકોર્સ રોડ પર આવેલ પ્રોજેક્ટ લાઇફ સંસ્થાની મુલાકાત લઈ તેમના દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય પ્રવળતિઓ અંગે તલસ્પર્શી જાણકારી મેળવી હતી. આ તકે મુખ્યમંત્રીશ્રીએ આરોગ્ય, શિક્ષણ અને અન્ય સેવાકીય પ્રવળત્તિ સાથે જોડાયેલા પ્રોજેક્ટ લાઇફના પ્રદર્શન હોલને નિહાળીને તેની કામગીરીને બિરદાવી હતી. આ અવસરે સંસ્થાના અગ્રણીશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરી સન્માન કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, ૪૭ વર્ષથી પ્રોજેક્ટ લાઈફ માનવ કલ્યાણલક્ષી કામગીરીને આગળ વધારી રહી છે. સંસ્થા દ્વારા વર્ષ ૧૯૯૧ થી શરૂ કરાયેલા થેલેસેમિયા નાબૂદી અભિયાનઁ અંતર્ગત અત્યાર સુધીમાં ૭ લાખથી વધારે યુવાનોના થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવ્યા છે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી શશિકાન્તભાઈ કોટિચા, એક્ઝિકયુટિવ ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ કોટિચા, જોઈન્ટ ટ્રસ્ટી કિરીટભાઈ વસા, પ્રોજેક્ટ લાઇફ સંસ્થાને આગળ વધારતા સી.ઈ.ઓ સુ મિતલબેન કોટિચા શાહ, ઋષિકેશ પંડ્યા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(2:37 PM IST)










