તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
કામાગલી જૈન સંઘમાં સમકિત સાધના સ્મૃતિ તકતીનું અનાવરણ

રાજકોટઃ શ્રી કામાગલી સ્થાનકવાસી જૈન સંઘ-ઘાટકોપર ખાતે શાસનચંદ્રિકા પૂ. હીરકશિશુ પૂ. ભારતીજી મ.સ.ના શિષ્યા ડો. પૂ. સોનલજી મ.સ.ની સ્મૃતિમાં સમકિત સાધના સ્મૃતિ તકતીની અનાવરણ વિધિ પ્રસંગે પૂ. ઉર્મીલાજી મ.સ., પૂ. જશુબાઇ મ.સ. પરિવાર, પૂ. પલ્લવીજી મ.સ. પૂ. પૂર્ણાજી મ.સ. આદિ ઠાણા તેમજ ઘાટકોપરના સંઘો, ચીચપોકલીના ભરત વિરાણી, રવિલાલ નારણજી દોશી પરિવાર વગેરેની હાજરીમાં સંપન્ન થયેલ.
પૂ. સોનલજી મ.સ. ને અંતિમ આલોચણા પૂ. શ્રી ધીરગુરુદેવ તથા પૂ. નમ્રમુનિ મ.સા. એ કરાવેલ. પૂ. જયોતિબાઇ મ.સ. પૂ. હસ્મિતાજી મ.સ., પૂ. સ્મિતાબાઇ મ.સ. એ પ્રેરણાપાર્થયે પાઠવી સાધનામાં ઉત્સાહ વધાર્યો હતો.
પૂ. રત્નજયોતજી મ.સ. એ ત્રિયોગથી વૈયા વચ્ચ કરી હતી. પૂ. ભારતીજી મ.સ. નું ચાર્તુમાસ માટુંગા-અમરામર સ્થાનકમાં નકકી થયેલ છે.
(2:42 PM IST)










