તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
સોમવારથી શાળાઓમાં નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ
૨૧ દિવસના ઉનાળુ વેકેશનનો કાલે છેલ્લો દિવસઃ ફરી રાજમાર્ગો, શૈક્ષણીક સંકુલોમાં છાત્રોનો કલરવ ગુંજી ઉઠશે

રાજકોટ, તા. ૭: છેલ્લા ર૧ દિવસથી ઉનાળુ વેકેશનની રજાની મજા માણતા લાખો વિદ્યાર્થીઓનો આવતી કાલે વેકેશનનો અંતિમ દિવસ છે. ફરી પાછા નવા ઉમંગ અને ઉત્સાહથી નવા શૈક્ષણીક વર્ષનો સોમવારથી શુભારંભ થશે.
ગુજરાતની માધ્યમીક ઉચ્ચતર માધ્યમીક અને પ્રાથમિક શાળામાં શિક્ષણ ક્ષેત્રે એક સુત્રતા રહે તે માટે શૈક્ષણિક કેલેન્ડર અમલી બનાવ્યું છે. નવા શૈક્ષણિક સત્રનો સોમવારથી પ્રારંભ થશે અને છેલ્લા ર૧ દિવસથી વિદ્યાર્થીઓના કલરવ વગર સુમસામ ભાસતા શૈક્ષણિક સંકુલો ફરી ધમધમવા લાગશે. રાજમાર્ગો ઉપર પણ વિદ્યાર્થીઓની હાજરી જોવા મળશે.
છેલ્લા અઠવાડીયાથી વિદ્યાર્થીઓ પાઠય પુસ્તક, યુનિફોર્મ ખરીદવાની તૈયારી કરી રહયા છે.(૬.૧પ)
(4:05 PM IST)










