<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

નિર્મળ ગુજરાત અંતર્ગત મનપાના શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને પુરસ્‍કાર

પાંચ સફાઇ કર્મચારીઓને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે સન્‍માન કરાયું

રાજકોટઃ નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત ગુજરાતના શહેરો સ્‍વચ્‍છ બને તે માટે સ્‍વચ્‍છતાની કામગીરીમાં સફાઈ કર્મચારીઓની એક આગવી ભૂમિકા છે. તમામ સફાઈ કર્મચારીઓ ખુબ મોટા પાયા પર સતત કાર્યરત રહે છે. આથી તેઓની કામગીરી -ોત્‍સાહન પૂરું પાડવા શ્રેષ્ઠ સફાઈ કર્મચારીને બિરદાવવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકા પસંદગી પામેલ શ્રેષ્ઠ સફાઈ કર્મચારીને રૂ. ૧૦,૦૦૦ની નાણાકીય પ્રોત્‍સાહન આપવામાં આવેલ. ઓક્‍ટોબર-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૫ દરમિયન દરેક વોર્ડમાંથી એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારીની પસંદગી કરવામાં આવેલ. દરેક માસમાં દરેક વોર્ડ દીઠ ૧ એટલે કે ૧૮  શ્રેષ્ઠ સફાઈ કર્મચારીની પસંદગી કરવામાં આવેલ ઓક્‍ટોબર-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૫ દરમિયાન કુલ ૧૦૮ શ્રેષ્ઠ સફાઈ કર્મચારીની પસંદગી કરવામાં આવેલ છે. ૧૦૮ શ્રેષ્ઠ સફાઈ કર્મચારીને રૂ. ૧૦,૦૦૦ની નાણાકીય પ્રોત્‍સાહન આપવામાં આવશે. આમ ઓક્‍ટોબર-૨૦૨૪ થી માર્ચ-૨૦૨૫ દરમિયાન ૧૦૮ શ્રેષ્ઠ સફાઈ કર્મચારીને ૧૦,૦૦૦ લેખે કુલ ૧૦,૮૦,૦૦૦ નાણાકીય પ્રોત્‍સાહન આપવામાં આવશે.

આજ રોજ ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના   વોર્ડનં ૫નાં ચમનભાઈ દાનાભાઈ બારૈયા,વોર્ડનં૮નાં ઉમેશભાઈ દિનેશભાઈ વાઘેલા,

વોર્ડનં ૭નાં મનીષાબેન કાનાભાઈ ઝાલા,

વોર્ડનં ૯ નાંલક્ષ્મીબેન બાબુભાઈ પરમાર તથા

વોર્ડનં ૧૩નાંકાન્‍તાબેન જેન્‍તીભાઈ વાઘેલા સહિતના હસ્‍તે શ્રેષ્ઠ સફાઈ કર્મચારીને નાણાકીય પ્રોત્‍સાહન  આપવામાં આવેલ.

(4:29 PM IST)