<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

એસ્‍ટ્રોન ચોકમાં થયેલી ચોરીનો ભેદ એ-ડિવીઝન પોલીસે ઉકેલ્‍યોઃ કિરણ અને અનિલ પકડાયા

નાના મવા રોડ પર રહેતી મહિલા ભંગાર વીણવા નીકળી અને ઓફિસમાંથી લેપટોપ, કેબલ ચોરી લીધા'તાઃ સાગરભાઇ માવદીયા, કનુભાઇ બસીયાની બાતમી

રાજકોટ તા.૭: શહેરના એસ્‍ટ્રોન ચોકમાં સાર્થક સ્‍કવેર કોમર્શિયલ બિલ્‍ડીંગમાં આવેલી સ્‍વરા બિલ્‍ડકોન કન્‍સ્‍ટ્રક્‍શન કંપનીની ઓફિસમાં આવેલા કંપનીના સુપરવાઇઝર ભાવીક ડોબરીયાના રૂમ નં. ૧૦૧માંથી લેપટોપ, બહાર લોબીમાંથી કેબલ વાયર મળી ૫૪૫૦૦ની ચોરી થઇ હતી. આ ગુનાનો ભેદ એ-ડિવીઝન પોલીસે ઉકેલી કિરણ ઉર્ફ બળેલી તુષાર પંડયા (ઉ.વ.૩૫-રહે. ગાંધી સ્‍કૂલવાળી શેરી સાઇબાબા પાર્ક બ્‍લોક નં. ૩૭, નાના મવા રોડ) તથા અનીલ કલાભાઇ સોલંકી (ઉ.વ.૩૬-રહે. ભાણજીદાદાના પૂલ પાસે ચુનારાવાડ ચોક)ને ડી. સ્‍ટાફના હેડકોન્‍સ. સાગરભાઇ માવદીયા તથા કનુભાઇ બસીયાની બાતમી પરથી શાષાીમેદાન લીમડા ચોકમાંથી પકડી લેવાયા છે.

ચોરીનો ભેદ ઉકેલવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી પરથી બંનેને સકંજામાં લઇ લેપટોટપ રૂા. ૩૫ હજારનું તથા ૪૦ હજારનો કેબલ કબ્‍જે કરાયા હતાં. પોલીસ સુત્રોના કહેવા મુજબ કિરણ ઉર્ફ બળેલી અગાઉ એ-ડિવીઝનમાં ચોરીના ગુનામાં પકડાઇ હતી. સાથેનો અનિલ પોરબંદરમાં ચોરીના બે ગુનામાં પકડાયો હતો. કિરણે કચરા વીણવાની સાથે સાથે તેણે ચોરી કરી લીધી હતી અને માલ વેંચવામાં તેને પરિચીત અનિલ મદદ કરતો હોવાનું તેણીએ રટણ કર્યુ હતું.  પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. રાણા, એએસઆઇ બી. વી. ગોહિલ, હેડકોન્‍સ. કલ્‍પેશભાઇ બોરીચા, સાગરભાઇ માવદીયા, મહેશભાઇ ચાવડા, કનુભાઇ બસીયા, ધારાભાઇ, કોન્‍સ. યોગેશભાઇ મકવાણા, ધર્મેશભાઇ ખાંડેખા અને તેજસભાઇ ડેરએ આ કામગીરી કરી હતી.

(4:28 PM IST)