News of Sunday, 8th June 2025
શાસ્ત્રી મેદાન લીમડા ચોકમાં કારની ઠોકરે મોપેડ ચડી જતાં ભોમેશ્વરના વૃદ્ધનું મોત: કાર મુકી ચાલક ભાગી ગયો પરિવારમાં કલ્પાંત: એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટઃ શહેરના શાસ્ત્રી મેદાન લીમડા ચોકમાં સવારના પહોરમાં જીવલેણ અકસ્માત સર્જાયો છે. કારનો ચાલક મોપેડને ઠોકરે લઈ ભાગી જતાં મોપેડ ચાલક વૃદ્ધનું મોત થયું છે. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતાં અને એ ડિવિઝન પોલીસ મથકના નરેશભાઈ સહિતનો પોલીસ સ્ટાફ પણ પહોંચી ગયો હતો.
જાણવા મળ્યા મુજબ ભોમેશ્વર પ્લોટમાં રહેતા ૬૫ વર્ષીય મીઠાભાઇ સામજીભાઈ ધધુકિયા સવારે મોપેડ હંકારી લીમડા ચોકમાંથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે કારની ઠોકરે ચડીને ફંગોળાઈ જતાં ઘટના સ્થળે જ મોત થયું છે. બનાવને પગલે પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે. મૃતક સેન્ટીંગ કામની મજૂરી કરતાં હતાં. અકસ્માત બાદ ચાલક કાર મૂકી નીકળી જતાં પોલીસે શોધખોળ હાથ ધરી હતી.
(11:20 AM IST)










