News of Sunday, 8th June 2025
વાલ્કેશ્વર સોસાયટી શ્રીનગરમાં વૃદ્ધ બરક્તભાઈ લાખાણીની હત્યા કરી ૭.૫૫ લાખની લૂંટ કરનાર યુગલ ઝડપાયું: ક્રાઇમ બ્રાન્ચે કિશન વાઢેર અને સ્નેહલબા ગોહિલને દબોચ્યાં: રેકી કરી કાવતરૂ ઘડી પ્લાન પાર પાડ્યો હતો

રાજકોટઃ શહેરના વાલકેશ્વર સોસાયટી મેઈન રોડ પર શ્રીનગર સોસાયટીમાં એકલા રહેતા વૃદ્ધ બરક્તભાઈ ગુલામહુશેભાઇ લાખાણી ઉ.વ.૭૦ની પરમ દિવસે ઘરમાં ઘુસી ગળા, વાંસા, પેટમાં છરીના ઘા ઝીંકી ક્રૂર હત્યા કરી સોનાની આઠ વિટી, લક્કી અને ઘડિયાળની લૂંટ ચલાવાઈ હતી. આ લૂંટ મર્ડરની ઘટનાનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી પ્રેમી યુગલની ધરપકડ કરી છે. રેકી કરી કાવતરૂ ઘડી ઘટનાને અંજામ આપ્યો હોવાનું કબુલ્યું છે.
પરમ દિવસે. તા.૦૭/૦૬/૨૦૨૫ના રોજ ભકતીનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી કે વાલ્કેશ્વર સોસાયટી મેઇન રોડ પર શ્રી.નગર શે.નં.૩માં બરકતભાઇ એકલા રહેતા હોઇ તેઓના ધરમાં કોઇ અજાણ્યા વ્યકતીઓએ રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યા પહેલા કોઇપણ સમયે પ્રવેશ કરી કોઇ કારણસર તીક્ષ્ણ હથીયારથી ગળાના ભાગે તથા પેટમાં તથા વાસાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ કરી મોત નિપજાવી તેમજ ધરમાંથી દાગીનાની લુંટ કરેલ છે. જે અંગેની ફરીયાદ જાહેર થતા ભકતીનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહીંતાની કલમ - ૧૦૩(૧), ૩૩૨(એ), ૨૨૩ તથા જી.પી.એકટ કલમ - ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો.
આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બી.બસીયા દ્વારા અનડીટેકટ લુંટ વિથ મર્ડરનો ગુન્હો તાત્કાલીક ડીટેકટ કરવા જરૂરી સુચના અપાઈ હતી. તે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર, એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર , સી.એચ.જાદવ સતત પ્રયત્નશીલ હોઇ તેમના નેતૃત્વ હેઠળ પોલીસ સબ ઇન્સ. એ.એન. પરમાર તથા વી.ડી.ડોડીયા, એસ.વી.ચુડાસમાએ ટીમો બનાવી ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ થકી આ લુંટ વિથ મર્ડરના અનડીટેકટ ગુન્હામાં મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી સોનાના દાગીનાઓ વિગરે રૂ.૭,૫૫,૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓની પુછપરછ કરતા બન્ને આરોપીઓએ પુર્વે યોજના બનાવી લુંટ કરવાના ઇરાદે મર્ડર કરેલની કબુલાત આપેલ છે.
પકડાયેલ આરોપીના નામ કિશન માનસીંગભાઈ વાઢેર (ઉ.વ.૨૨ રહે.હાલ કારડીયા રાજપુત છાત્રાલય ધરમ સિનેમા સામે રાજકોટ શહેર મુળ ગામ - સતાપર તા.જામજોધપુર જી.જામનગર) અને સ્નેહલબા પ્રતાપસિંહ ગોહિલ ઉ.વ.૨૨ રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ કર્વા. બ્લોક નં.૩૩૩, કોઠારીયા સોલવંટ રાજકોટ મુળ ગામ - છાત્રા તા.તળાજા જી.ભાવનગર) છે.
બંને પાસેથી સોનાનો ચેઇન, લક્કી, વીંટીઓ, ૪ ઘડિયાળ, એક્ટિવા નંબર GJ-03-MJ-9694, બે મોબાઈલ ફોન મળી ૭,૫૫,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ કામગીરી શહેર, ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર.એમ.આર.ગોંડલીયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ.ડામોર, શ્રી.સી.એચ.જાદવ તથા પો.સબ ઇન્સ .એ.એન.પરમાર, .વી.ડી.ડોડીયા,.સી.વી.ચુડાસમા તથા ડી.સી.બી. એ.એસ.આઇ. વિજયરાજસિંહ જાડેજા, અમીતભાઇ અગ્રાવત, હિતેન્દ્રસિંહ ઝાલા, અશોક કલાલ તથા હેડ કોન્સ. જયદેવસિંહ પરમાર, સંજયભાઇ રૂપાપરા, સુભાષભાઇ ધોધારી, દિપકભાઇ ચૌહાણ, હરસુખભાઇ સબાડ, પ્રદીપસિંહ જાડેજા, અર્જુનભાઇ ડવ, પ્રતીકસિંહ રાઠોડ, કિશનભાઇ પાંભર, કૃષ્ણદેવસિંહ ઝાલા, રાજેશભાઇ જળુ, જયરાજસિંહ કોટીલા, દિલીપભાઇ બોરીચા તથા પો.કોન્સ. મહાવીરસિંહ જાડેજા, સંજયભાઇ ખાખરીયા, તુલશીભાઇ ચુડાસમા, પ્રાંતભાઇ ચુડાસમા તથા મહીલા પો.કોન્સ. નયનાબેન, દીપલબેન દ્વારા કરવામાં આવેલ છે.
કિશન અને સ્નેહલબાની ફ્લિપકાર્ટની નોકરી છૂટી જતાં બેકાર હોઈ હત્યા લૂંટનો પ્લાન ઘડ્યો હતો: ગોલ્ડ લોનના બહાને સ્નેહલબાએ એક વર્ષ પહેલાં મૃતક વૃદ્ધ બરક્તભાઈનો સંપર્ક કર્યો હતો, એકાદ વખત તે વૃદ્ધના ઘરે ગઈ ત્યારે તેમના દાગીના નજરે આવી ગયા હતાં: ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલે વિગતો જણાવી
(3:38 PM IST)










