<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

રજાની મજા પૂરીઃ શાળાઓમાં નવા શેૈક્ષણિક વર્ષનો શુભારંભ

ગુજરાતની ૫૪ હજાર શાળાઓમાં પ્રથમ સત્રમાં ૧૦૫- બીજા સત્રમાં ૧૪૪ દિવસનું શિક્ષણકાર્ય છેલ્લી ઘડીએ પાઠયપુસ્‍તકો, ડ્રેસ, નોટબુક ખરીદવાઃવાલી છાત્રોની ભીડ

 

 

રાજકોટઃ ૩પ દિવસ ઉનાળુ વેકેશનની રજાની મજા માણ્‍યા બાદ આજથી નવા શૈક્ષણીક વર્ષનો શુભારંભ થયો છે. ગુજરાતની પ૪ હજાર પ્રાથમીક-માધ્‍યમિક  અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાઓના ૧ કરોડ ર૦ લાખ વિદ્યાર્થીઓના નવા વર્ષના પ્રથમ દિવસે શાળાએ જવા ખુબ ઉત્‍સાહ ઉમંગ જોવા મળ્‍યો હતો. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૪.૨૫)

રાજકોટ તા.૯: છેલ્લા એક માસથી સૂમસામ ભાસતા ગુજરાત રાજયના શૈક્ષણીક સંકુલો આજ સવારથી જ વિદ્યાથી ઓના કલવરથી ગુંજી ઉઠયા છે.૩૫ દિવસના ઉનાળુ વેકેશનની રજાની ભરપુર મજા માણ્‍યા બાદ આજથી ગુજરાત રાજયની  તમામ પ્રાથમિક-માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક કક્ષાની ૫૪ હજારથી વધુ  શાળાઓના ૧ કરોડ ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓના  નવા શૈક્ષણીક વર્ષનો શુભારંભ થયો છે.

આજ સવારથી વિદ્યાર્થીઓમાં નવા શૈક્ષણિક વર્ષમાં અભ્‍યાસ માટે ઉત્‍સાહ ઉમંગ જોવા મળ્‍યો હતો. રાજમાર્ગો પર વિદ્યાર્થીઓની અવરજવર સ્‍કુલ બસ, સ્‍કુલવાનથી થોડીવાર ટ્રાફીક જામના દર્શયો સર્જાયા હતા.

ઉનાળુ વેકેશન ખુલતા પૂર્વે વાલીઓ વિદ્યાર્થીઓની સ્‍ટેશનરી-યુનિફોર્મની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી. દરવર્ષની જેમ આ વર્ષ પણ ધો.૧ થી ૧૦ ના પુરતા પ્રમાણમાં પાઠયપુસ્‍તકો ન મળતા વાલી-વિદ્યાર્થીઓ એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ દોડધામ કરતા હતા. મોટાભાગે વિદ્યાથીઓને તેના શૈક્ષણીક વર્ષના તમામ પુસ્‍તકો ભાગ્‍યે જ મળ્‍યા છે. અધુરો સેટ લઇને કાર્ય ચલાવી રહયા છે.

૨૦૨૫-૨૬નાવર્ષમાં  પ્રથમ શૈક્ષણીક સત્ર માટે ૧૦૫ દિવસ અને બીજા સત્રમાં ૧૪૪ દિવસ શિક્ષણકાર્ય માટે ફાળવ્‍યા છે. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક  શિક્ષણબોર્ડ સંલગ્ન શાળઓમાં તા.૫ મે થી તા.૮ જુન સુધી વેકેશન રહયું.

શિક્ષણબોર્ડના કેલેન્‍ડર પ્રમાણે નવા વર્ષનું પ્રથમ સત્ર તા.૯-૬-૨૫ થી તા.૧૫-૧૦-૨૫ સુધી ચાલશે. તા.૧૬- ૨૦૨૫થી તા.૫-૧૧-૨૫ સુધી ૨૧ દિવસનું દીવાળી વેકેશન આપવામાં આવશે તા.૬-૧૧-૨૫થી ૧૪૪ બીજા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થશે.જે તા.૩-૫-૨૬ સુધી ચાલશે. તા.૪-૫-૨૬ થી ૩૫ દિવાળીનું વેકેશન આપવામાં આવશે. (૩.૪)

(11:35 AM IST)