<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

કેદારનાથ સોસાયટીમાં અશાંતધારાનું ચુસ્‍તપણે પાલન કરાવોઃ દલાલો દ્વારા ૬ મકાનોનું વિધર્મીઓને વેચાણ કરાયું : જુઓ વિડિઓ

૧પ૦ થી વધુ લોકો ઉમટી પડયાઃ સુત્રોચ્‍ચાર-દેખાવોઃ સનદ મળી ન હોય તે અંગે પણ રજુઆત

રાજકોટ, તા., ૯: કોઠારીયા મેઇન રોડ પરની ન્‍યુ કેદારનાથ સોસાયટીના ૧પ૦ થી વધુ લોકો કલકેટર કચેરીએ ઉમટી પડયા હતા. દેખાવો યોજી, સુત્રોચ્‍ચાર કરી, કલેકટરને આવેદન પાઠવી સોસાયટીમાં અશાંતધારાનું ચુસ્‍તપણે પાલન કરાવવા અંગે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે,  રાજકોટ શહેરના વોર્ડ નંબર ૧૬ ના કોઠારીયા રોડ પર ની ઘણી બધી સોસાયટીમાં અશાંતધારો લાગુ પાડવામાં આવેલ છે. પરંતુ આ કાયદાનું પાલન થતું નથી.છેલ્લા થોડા સમયથી ન્‍યુ કેદારનાથ સોસાયટીમાં વિધર્મીઓ દ્વારા મકાન ખરીદવામાં આવે છે. જેની ફરિયાદ સોસાયટી દ્વારા ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનમાં પણ કરવામાં આવેલ છે. આ અનુસંધાને ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે. આમ છતાં જમીન મકાન લે-વેચ ના એજન્‍ટો (દલાલો) દ્વારા હજુ પણ મકાનનું વેચાણ કારવવામાં આવે છે. અને ન્‍યુ કેદારનાથ સોસાયટી તથા ન્‍યુ સાગર સોસાયટી વચ્‍ચે આવતા ૪૦ ફૂટ રોડ પર પાચ થી છ મકાનનું સોસાયટીના રહીશોને ગેરમાર્ગે દોરી વેચાણ કરેલ છે. તો સમગ્ર સોસાયટીના રહીશોની માંગણીને ધ્‍યાનમાં લઈ આ મકાનના વેચાણ કરાર રદ કરવામાં આવે.

અમારા વિસ્‍તારમાં અશાંતધારો લાગુ હોવા છતાં અમુક નોટરી અને વકીલો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરી વિધર્મીઓને મકાન વેચાણના કરાર કરવામાં આવે છે. તો આ બાબતે આપ એવા વકીલોને તાત્‍કાલિક ધોરણે સૂચના આપી આવા કરાર ન થાય તે બાબતે જાણ કરવા વિનંતી છે.

આવેદનમાં ઉમેર્યુ હતું કે, આ સાથે અમારી સોસાયટી આશરે ૩૫ વર્ષ જૂની હોય અમારી સોસાયટીની આજુ બાજુ ની મોટા ભાગની સોસાયટીની સનદો આવી ગયેલી છે. તો અમારી સોસાયટી વહેલી તકે રેગ્‍યુલાઈઝેશન કરવા વિનંતી. આ બંને બાબતે આપશ્રી અંગત રસ દાખવી બંને બાબતો ઉપર વહેલી તકે યોગ્‍ય કાર્યવાહી કરાવો તેવું કલેકટરને ઉમેરાયું હતું. (૪.૩૩)

(2:36 PM IST)