<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

શહેરમાં ઝાડા-ઉલ્‍ટી-તાવના ૧૭૮૫ કેસ

છેલ્લા સપ્‍તાહમાં સીઝનલ રોગચાળા સાથે મચ્‍છરજન્‍ય કેસનો ઉછાળો : ડેન્‍ગ્‍યુ મેલેરીયા, કમળાના-૭ દર્દી નોંધાયાઃ ૨૩૮૫૦ ઘરોમાં પોરાનાશક કામગીરીનો દાવોઃ ૨૫૩ને નોટીસ

 

 

રાજકોટ, તા.૯: શહેરમાં  શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના ૧૭૮૫થી વધુ  દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે મચ્‍છરજન્‍ય રોગના ર કેસ નોંધાયો છે.

શહેરમાં છેલ્લા અઠવાડીયામા ગરમીની અસર જોવા મળતા પાણીજન્‍ય રોગોમાં રાહત જોવા મળી છે. આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા. ૨ મે થી તા.૨ જુન સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના બે કેસ

છેલ્લા  સપ્તાહમાં મેલેરીયા, તથા ડેન્‍ગ્‍યુના ૧-૧ કેસ નોંધાયા છે.

શરદી-તાવના ૧૭૮૫ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૧૯ તેમજ સામાન્‍ય તાવના ૮૪૮ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૨૧૨ કુલ ૧૭૮૫ થી વધુ  દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૬,૬૩૫ તેમજ સામાન્‍ય તાવના ૧૬,૦૯૪ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૪૧૬૬  તથા ટાઇફોડનો ૫૦ તેમજ કમળાના ૬૧ તથા  મરડાનાં એક પણ કેસ નોંધાયા નથી. 

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૨૫૩ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૨૩,૮૫૦ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૨૦૮ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૫૫૮ થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૨૫૩ લોકોને નોટીસ પાઠવી હતી.(૨.૨૨)

(2:37 PM IST)