<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

રેલનગર બગીચામાં પોપટપરાના ફતેમહમદભાઇ બાબરીયાને બેઠક પર છરીના ચાર ઘા ઝીંકાયા

પરિવારજનો સાથે ફરવા ગયેલા પ્રોૈઢની દિકરી સામે કિશન અને અજીત ચાળા કરતાં હોઇ તેને ટપારતાં હુમલો થયો

રાજકોટ તા. ૯: પોપટપરા મેઇન રોડ પર મિંયાણાવાસના ખુણે રહેતાં અને છુટક મજૂરી કરતાં ફતેમહમદ ઇલ્‍યાસભાઇ બાબરીયા (ઉ.વ.૫૧) રાતે અગિયારેક વાગ્‍યે રેલનગર સ્‍મશાન સામે આવેલા બગીચામાં હતાં ત્‍યારે આ વિસ્‍તારના કિશન અને અજીત નામના શખ્‍સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી બેઠક પર છરીના ચારેક ઘા મારી દેતાં દેકારો મચી ગયો હતો.

ઘટનાને પગલે લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. ફતેમહમદ બાબરીયાને લોહીલુહાણ  હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ જુણાચે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. ફતેમહમદભાઇના કહેવા મુજબ પોતે દિકરી, પરિવારજનો સાથે રાતે બગીચે આટો મારવા ગયા હતાં. આ વખતે કિશન અને અજીત નામના છોકરાઓ તેની દિકરી સાથે જોઇ ચાળા કરતાં હોઇ તેને સખણા રહેવાનું કહીને સમજાવતાં આ બંને ઉશ્‍કેરાઇ ગયા હતાં અને બધા પરિવારજનોની હાજરીમાં જ છરીથી તૂટી પડયા હતાં. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:32 PM IST)