<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

હથિયારધારાના બે ગુન્‍હામાં ૧૩ વર્ષથી વોટેન્‍ડ આઝમગઢનો કુખ્‍યાત આબીદ અંસારી પકડાયો

કોર્ટે ફરારી જાહેર કરેલ આરોપી આબીદને રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોડે રાવકી પાસેથી દબોચી લીધો પકડાયેલ આબીદની અગાઉ રાજકોટના ચર્ચાસ્‍પદ હરેન્‍દ્ર લોઢીયા તથા જેતપુરના દેવયાની ડાઇંગના હત્‍યાકાંડમાં સંડોવણી ખુલ્લી'તીઃ આબીદ સામે યુપીમાં ૬ અને ગુજરાતમાં ર ગુન્‍હા નોંધાયા છે

રાજકોટ તા.૯: રાજકોટ જીલ્લાના લોધીકા તથા વિરપુર પોલીસના હથિયારધારાના બે ગુન્‍હામાં ૧૩ વર્ષથી વોન્‍ટેડ અને કોર્ટે ફરારી જાહેર કરી. આઝમગઢના કુખ્‍યાત આરોપીને રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોડે ઝડપી લીધો હતો.

ગ્રામ પંચાયતની ચુંટણી અનુસંધાને કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે હેતુથી રાજકોટ રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક  અશોકકુમાર યાદવ  તથા રાજકોટ ગ્રામ્‍યના પોલીસ અધિક્ષક  હિમકર સિંહ તરફથી  જીલ્લામાં નાસતા ફરતા  આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને, લોધિકા પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં-૩૦૭૮/૨૦૧૨ તથા વિરપુર પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં-૩૦૮૨/૨૦૧૨ આર્મ્‍સ એકટ કલમ ૨૫(૧), (બી.) (એ), ના કામે નાસતા ફરતા આરોપી નામે આબિદ સદરૂદીન ઉર્ફ સલારન અંસારી  ઉ.વ.૫૩ રહે, બદરકા મહોલ્લા, આઝમગઢ જીલ્લો-આઝમગઢ ઉતરઙ્ઘદેશ વાળો સદર ગુન્‍હાના કામે છેલ્લા તેર વર્ષથી નાસતો ફરતો હોય અને જેના વિરુધ્‍ધમાં નામદાર કોર્ટ તરફથી સી.આર.પી.સી. કલમ-૭૦ તથા ૮૨ મુજબનું વોરંટ ઇસ્‍યુ થયેલ હોય અને જે આરોપીને પકડી પાડવા સારું એલ.સી.બી શાખાના પોલીસ ઇન્‍સપેકટર વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્‍કોડના પોલીસ સબ ઇન્‍સપેકટર આર.બી.બલદાણિયા, સ્‍ટાફના એ.એસ. આઈ. નૌશાજભાઈ અલીભાઈ તથા પો.કોન્‍સ મહેન્‍દ્રસિંહ સોલંકી તથા પો.કો અબ્‍બાસભાઈ ભારમલ  છેલ્લા ઘણા સમયથી ટેકનિકલ સોર્સીસ તથા હ્યુમન ઇન્‍ટેલિજન્‍સ ની મદદ થી વર્ક આઉટમાં હતા તે દરમ્‍યાન સદર આરોપ ી રાવકી જી.આઇ.ડી.સી. રાજકોટ ખાતે આવેલ હોવાની હકીકત મળતા આરોપીને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરી આરોપીનો કબ્‍જો લોધીકા પોલીસ સ્‍ટેશન ને સોંપી આપેલ છે.

 પડાયેલ આરોપી આબદી અંસારીની અગા. રાજકોટ શહેરના ચર્ચાસ્‍પદ હરેન્‍દ્ર  લોટીયા મર્ડર કેસ તથા જેતપુરના દેવયાની ડાઇંગના હત્‍યાકાંડમાં સંડોવણી ખુલતા ધરપકડ કરાઇ હતી. આબીદે આ મર્ડર કેસમાં રેકી કરી હતી અને હથીયાર સપ્‍લાય કર્યાનું ખુલ્‍યું હતું. આબીદ સામે યુપીના આઝમગઢમાં પ, કાનપુરમાં ગોવિંદનગર, જેતપુર અને રાજકોટના ભકિતનગર પોલીસમાં અગાઉ ગુન્‍હાઓ નોંધાયા છે.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના એએસઆઇ બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, હેડ કો. હિતેષભાઇ હમીરપરા તથા પો.કો. મહિપાલસિંહ ચુડાસમા સહિતનો સ્‍ટાફ જોડાયો હતો

(4:15 PM IST)