<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

નવનિર્મિત શ્‍યામપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીનું ભૂપેન્‍દ્રભાઇના હસ્‍તે લોકાર્પણ

રર ચિત્રકારો, ૬ ફોટોગ્રાફર અને ૧ શિલ્‍પકારના ચિત્રોનું પ્રદર્શનઃ ૧પમી સુધી ચાલુ રહેશેઃ રાજકોટ આર્ટ સોસા.ના અધ્‍યક્ષપદે રાજુભાઇ ધ્રુવ

રાજકોટઃરેસકોર્ષ ખાતે નવનિર્મિત  ડો. શ્‍યામપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી નું મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના વરદ હસ્‍તે લોકાર્પણ થયું. આ નિમિતે રાજકોટ આર્ટ સોસાયટીના સભ્‍યોનું એક બેનમૂન પ્રદર્શન રાજકોટ આર્ટ સોસાયટી અને રાજકોટ મ્‍યુનિસ્‍પિલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે યોજાયું છે. આર્ટ ગેલેરી સંપૂર્ણ એરન્‍ડીશન્‍ડ અને અદ્યતન સુવિધાઓથી સભર છે.

અત્રે યોજાયેલ પ્રદર્શનમાં રાજકોટના રર ચિત્રકારો, ૬ ફોટોગ્રાફરો અને ૧ શિલ્‍પકારનો સમાવેશ થયો છે. જે બધા જ રાજકોટ આર્ટ સોસાયટીએ માન્‍યતા આપેલ અને સોસાયટી બનાવાઇ ત્‍યારથી ર૦૧૮ થી સોસાયટીના સભ્‍યો છે. તેઓના સર્જનો રાજકોટમાં રાજયમાં અને આંતરરાષ્‍ટ્રીય તેમજ રાષ્‍ટ્રીયકક્ષાએ યોજતા નામા઼કિત સંસ્‍થાઓમાં પ્રદર્શિત થાય છે અને અનેક એવોર્ડ મેળવી ચૂકેલા છે.

રાજકોટ આર્ટ સોસાયટી ર૦૧૮ થી બની ત્‍યારથી સૌરાષ્‍ટ્ર ભાજપના પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવનો સાથ સહકાર સોસાયટીને મળતો રહ્યો છે. તેઓ વ્‍યકિતગત રીતે પણ કલારસિક વ્‍યકિત છે. તેમના સોસાયટીને મળેલ સહકારના ઋણ ચૂકવવા માટે તેમને બે વર્ષ માટે સોસાયટીના અધ્‍યક્ષ તરીકે કારોબારી સમિતિની દરખાસ્‍તને સોસાયટીના સભ્‍યો દ્વારા બહુમતીથી માન્‍ય રાખેલ છે.

આ પ્રદર્શનમાં એક મંચ પર રાજકોટના કલા જગતના અર્ક સમાન વિવિધ માધ્‍યમો અને વિષયોને અનુલક્ષીને બનાવાયેલા ચિત્રો, તસ્‍વીરો અને શિલ્‍પો જોવાની અનન્‍ય તક રાજકોટની જાહેર જનતાને પ્રાપ્‍ત થઇ છે. ઉદઘાટન પ્રસંગે મુખ્‍યમંત્રીશ્રીનું સોસાયટીના કલાકારો દ્વારા અભિવાદન કરાયું હતું.

પ્રદર્શનને સફળ બનાવવા સોસાયટીના પ્રમુખશ્રી ઉમેશ કયાડા અને કારોબારીના સભ્‍યો શ્રી વિરેશ દેસાઇ,નવનીત રાઠોડ, સજજાદ કપાસી, મીતાબેન ભટ્ટ, ધર્મેન્‍દ્ર સહાની તથા જયેશભાઇ શાહે દિવસરાત જહેમત ઉઠાવીને પ્રદર્શન સાકર કર્યું છે.

રાજકોટ રેસકોર્સ ખાતેનવનિર્મિત આર્ટ ગેલેરીમાં આ પ્રદર્શન જાહેર જનતા માટે ૧પ જુન સુધી દરરોજ સાંજના ૪ થી ૮ વાગ્‍યા સુધી અને રવિવારના દિવસે સવારે ૧૦ થી ૧ અને સાંજના ૪ થી ૮ વાગ્‍યા સુધી ખુલ્લુ મુકવામાં આવ્‍યું છે. તો પ્રદર્શનનો લાભ લેવા માટે રાજકોટ આર્ટ સોસાયટી તરફથી જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્‍યાનું શ્રી ઉમેશ કયાડા મો. ૮૮૬૬૦ ૦૫૫૦૨ ની યાદીમાં જણાવ્‍યું છે.

(3:36 PM IST)