News of Monday, 9th June 2025
નવનાત વણિક સમાજ સંગઠનને દોઢ વર્ષ પૂર્ણ થતા રાજયભરમાં સત્કાર્યોનું આયોજન

રાજકોટ તા. ૯ : નવનાત વણિક સમાજ સંગઠનને સફળતમ દોઢ વર્ષ પૂર્ણ થતા જિલ્લા તાલુકા લેવલે સત્કાર્ય પર્વ ઉજવવા આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નવનાત વણિક સમાજના આગેવાનોએ જણાવ્યુ હતુ કે નવનાત વણિક સમાજ સંગઠન સમાજનું બહુમોટુ સંગઠન છે. જેની સ્થાપના ૧૦/૧૨/૨૦૨૩ ના કરાઇ હતી. સ્થાપનાને દોઢ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યુ છે. આ ૫૪૦ દિવસમાં ૧ લાખ વણિક ભાઇ બહેનોએ જોડાઇને રેકોર્ડ કર્યો છે.
જે અનુસંધાને કમીટી જિલ્લા તાલુકા પ્રદેશ તેમના વિસ્તારમાં નાનુ, મોટુ સત્કાર્ય કરશે. ૧૮ જિલ્લા અને ૭ તાલકુામાં જુદી જુદી કમીટીઓ દ્વારા ગાય માતાને ઘાસચારો, કબુતરને ચણ, કુતરાને રોટલો, માછલીને લોટ, હોસ્પિટલોમાં ફ્રુટ વિતરણ, બાળક માટે બટુક ભોજન સહીતના સેવા કાર્યો હાથ ધરાશે.
સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવવા રાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઇ શાહની આગેવાની હેઠળ યોગેશભાઇ બાવીસી, મોનિલભાઇ શાહ, જસ્મિતભાઇ દેસાઇ, નરેન્દ્રભાઇ સોરઠીયા, દેવાંગભાઇ મહેતા, પરેશભાઇ મોદી, મયુરભાઇ શાહ, નમ્રતાબેન શાહ, સ્વીટીબેન મહેતા, બીનાબેન શેઠ, હીનાબેન દોશી, દીપાલીબેન વોરા, ભાવિકાબેન શાહ, પ્રીતિબેન દેસાઇ, સ્વાતીબેન રવાણી, અંકિતાબેન મહેતા, હેતાબેન વોરા, રમીલાબેન શાહ જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નવનાત વણિક સમાજના રાષ્ટ્રીય પ્રમુખ પ્રશાંતભાઇ શાહ (મો.૯૮૯૮૭ ૫૨૭૬૦) અને સાથે યોગેશભાઇ બાવીસી, નરેન્દ્રભાઇ સોરઠીયા, દેવાંગભાઇ મહેતા, નમ્રતાબેન શાહ, દિપાલીબેન નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:39 PM IST)










